ઓલપાડની ગરામ પેપર મિલમાં બોઇલર વિભાગમાં બ્લાસ્ટ થવાની ઘટના બની

ભરૂચની એક કેમિકલ કંપનીમાં બે દિવસ પહેલા મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં 8 કામદારોના મોત નિપજ્યા હતા અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે સુરતના ઓલપાડના બરબોધન ગામની કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઓલપાડની ગરામ પેપર મિલમાં બોઇલર વિભાગમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. જેમાં કંપનીના 4 થી 5 કામદારો દાઝ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. 

- Advertisement -

ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બપોરે અચાનકબ્લાસ્ટ થયો અને આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે કિલોમીટરો સુધી ધુમાળાના ગોટેગોટા આકાશમાં ઉડ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા હતા. તો 50 જેટલા લોકો દાઝી ગયા હતા. આ ઘટના બાદ  ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  મને લાગે છે કે હું સજાતીય છું? શું કરું?

LEAVE A REPLY