– દક્ષિણ ગુજરાતમાં વધુ 6ના મોત, કેસ ઘટીને 570
– સિટીમાં
257 કેસ પૈકી
3 મોત અને ગ્રામ્યમાં 137 કેસ પૈકી 2ના મોત : 1548 દર્દીને રજા અપાઇ
– વલસાડમાં 81 કેસ, નવસારીમાં 39,
તાપીમાં 34, ડાંગમાં 13
અને સંઘપ્રદેશમાં 10 કેસ
સુરત :
સુરતમાં
કોરોનામાં મૃત્યુનો સિલસિલો યથાવત રહેવા પામ્યોે છે. મંગળવારે પણ સિટીમાં વધુ ત્રણ તથા જીલ્લામાં બે મળી કુલ પાંચ વ્યકિતનાં મોત થયા
છે. જ્યારે સિટીમાં મંગળવારે 257અને જીલ્લામાં 137 દર્દી મળી કુલ 394 નવા કેસ નોંધાયા છે. સિટીમાં 1160 અને જીલ્લામાં 388 મળી કુલ 1548 દર્દીને રજા આપવામાં આવી છે.
આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ
સિટીમાં કતારગામ ખાતે રહેતા 67 વર્ષીય વૃધ્ધાને ગત
તા.14મીએ સ્મીમેરમાં , અમરોલીમાં રહેતા
57 વર્ષીય પ્રોઢને ગત તા.14મીએ
સ્મીમેરમાં અને શ્યામધામ ચોક ખાતે રહેતા 78 વર્ષીય વૃધ્ધને
ગત તા.28મીએ ખાનગીહોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં ત્રણેના સારવાર દરમિયાન મોત
થયા હતા. આ ત્રણ વ્યકિતઓને અન્ય બિમારી
હતી. મોતને ભેટેલા એક વૃધ્ધાએ કોરોના
વેક્સિનનો એક ડોઝ લીધો અને બે વ્યકિતએ ડોઝ
લીધા ન હતા. જીલ્લાના બારડોલીના 48 વર્ષીય આધેડ અને પલસાણાના 89 વર્ષીય વૃધ્ધના
કોરોનામાં મોત થયા હતા. જેમાં એક વ્યક્તિએે એક ડોઝ લીધો અને એક વ્યકિતએ ડોઝ લીધો ન હતો. સિટીમાં મંગળવારે સૌથી વધુ અઠવામાં 48,રાંદેરમાં 39,
કતારગામમાં 33, લિંબાયતમાં 26,વરાછા એમાં 32,વરાછા બીમાં 31, સેન્ટ્રલમાં 22, ઉધના એમાં 20, ઉધના બી ઝોનમાં 6 કેસ નોંધાયા છે. જેમાં 10 વિદ્યાર્થી , છ ધંધાર્થી, ચાર દુકાનદાર, વકીલ,
4 ડાયમંડ વર્કર સહિતના
વ્યકિતનો સમાવેશ થાય છે. કોરોના સંક્રમિત થયેલા 206 વ્યકિતઓએ વેકસીનના બંને ડોઝ લીધા હતા.
અત્યાર
સુધીમાં સિટીમાં કુલ કેસ 160,442 છે. જેમાં 1668 વ્યકિત મોતને
ભેટયા છે. જયારે જીલ્લામાં નવા 137 સાથે
કુલ 41,233 કેસ
પૈકી કુલ 394નાં મોત થયા છે. સિટી અને
જીલ્લામાં મળીને કુલ 201,675 કેસ છે. જેમાં કુલ મૃત્યુઆંક 2193 છે. સિટીમાં
1160 સાથે 155,024 અને ગ્રામ્યમાં
388 સાથે 38,937 મળીને કુલ 193,961 દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોનામાં ગંભીર હાલતના નવી સિવિલમાં 18
અને સ્મીમેરમાં 12 દર્દી સારવાર હેઠળ છે.
.