2013માં મોટેરા આશ્રમમાં યુવસી સાથે દુષ્કર્મના કેસમાં સજા કાપી રહેલા આસારામની જામીન અરજીને ગુજરાત હાઈકોર્ટે ફરીવાર ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે, માર્ચ મહિનામાં કરેલી અરજી તેમજ હાલમાં કરેલી અરજીમાં જણાવવામાં આવેલા કારણો એક સરખા છે. 

- Advertisement -

કોર્ટે બીજીવાર જામીન અરજી ફગાવી દીધી

આસારામની ઉંમર 84 વર્ષની થઈ છે. સાથે જ તે અલગ-અલગ બિમારીઓથી પણ પીડાય છે. જેથી આસારામ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યો છે. તો તેને પણ ડર છે કે તે કોરોનાનો ભોગ બની શકે છે. તેથી તેને જામીન મળવા જોઈએ. પરંતુ કોર્ટે બીજીવાર જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આસારામે 30 માર્ચના રોજ પણ જામીન માટે અરજી કરી હતી. જેને ફગાવી દેવામાં આવી હતી ત્યાર બાદ આજે જે અરજી કરી છે તેમા પણ એક સરખા જ કારણો દર્શાવવામાં આવ્યા છે.

જેના કારણે અરજી રદ્દ કરવામાં આવી છે. બીજુ કારણ એ પણ છે કે, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. તો જો આસારામને જામીન મળે તો તેના અનુયાયીઓ મળવા માટે આવી શકે છે અને લોકલ સંક્રમણનો પણ ખતરો વધી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  વડોદરામાં 32 શાક માર્કેટ ખૂલશે, પહેલા દિવસે જ ખંડેરાવ માર્કેટના 13 વેપારી દંડાયા