હિમાચલ પ્રદેશ જવાની અત્યારે તમે પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે ખરાબ સમાચાર

લોકડાઉન ખૂલ્યા બાદ હવે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને કોઇ જગ્યાએ ફરવા જવા માંગે છે અને આ સિઝનમાં તો હિમાચલ પ્રદેશ બધાનું ફેવરિટ સ્થળ હોય છે. પરંતુ હિમાચલ પ્રદેશ જવાની અત્યારે તમે પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે ખરાબ સમાચાર છે. હિમાચલ પ્રદેશમાં 8 જૂનથી હોટલ ખોલવા અંગે રાજ્યના હોટલ માલિકોએ ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણે રાજ્યમાં પર્યટકો જ નહીં આવશે તો હોટલ ખોલીને કમાણી વિના કર્મચારીઓને પગાર કઈ રીતે આપીશું. જાણ હોય તો કેન્દ્ર સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનમાં 8 જૂનથી હોટલો ખોલવાની પરવાનગી આપી છે. પણ રાજ્યમાં જૂનના અંત સુધી હોટલો ખોલવાના એંધાણ લાગી રહ્યા નથી.

મંદિર ખોલવાને લઈને પણ સરકાર મૂંઝવણમાં

તો બીજી તરફ મંદિર ખોલવાને લઈને પણ સરકાર મૂંઝવણમાં છે. માટે સરકારે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે રાજ્યના 35 પ્રમુખ મંદિરોના ઓનલાઈન દર્શન કરવાની યોજના બનાવી છે. તો બીજી તરફ હોટલો ખોલવાને લઈ રાજ્ય સરકાર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પર્યટન મંત્રાલયની ગાઈડલાઈનને સ્ટડી કરી રહી છે. પાછલા દિવસોમાં હોટલ યૂનિયનો અને માલિકો સાથે થયેલી વીડિયો કોન્ફરન્સિંગના આધારે સલાહ અને વિરોધને લઈ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હોટલ યૂનિયનોએ હાલમાં હોટલો ખોલવા અંગે ઉતાવળ નહીં કરવાની વકાલત કરી છે.

હોટલોને 30 જૂન સુધી બંધ કરવાની વાત

હોટલ કારોબારીઓનો મત છે કે, એપ્રિલથી જૂન સુધી ચાલનારા સમર સીઝન એમ પણ પ્રભાવિત થયો છે. આવનારા દિવસોમાં વરસાદી વાતાવરણ શરૂ થઈ જશે. આ દરમિયાન સહેલાણીઓ એમ પણ ઓછા આવે છે. શિમલા હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનના અધ્યક્ષે કહ્યું કે, જ્યાં સુધી પર્યટકો આવવાના શર