રાજ્યમાં હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે ધીમેધીમે ગુજરાત પોતાની ગતિ પકડતું જઈ રહ્યું છે. ત્યારે જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ શહેરની નામાંકિત SVP હોસ્પિટલમાં દારૂ પીને નશામાં ધૂત બની એક મહિલા નર્સની છેડતી કરતા તેમને થપ્પડ માર્યો હોવાનો મેસેજ વાયરલ થયો હતો. આ ઘટનામાં મોટો હોબાળો થતા ભૂષણ ભટ્ટે માફી માંગી ગાડીમાં બેસતા હું એને નહિ છોડું. આવા ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમદાવાદમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભૂષણ ભટ્ટને આ ખોટા મેસેજ વિશે જાણ થતાં પોતાની બદનામ કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવા ભટ્ટે ખુદ ખાડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.

- Advertisement -

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ આજે જાતે ખાડિયા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, મને મારા મોબાઇલ પર એક મેસેજ મળ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને મને મળેલા મેસેજમાં મેં શહેરની SVP હોસ્પિટલમાં મહિલા સાથે છેડતી કરી, તો ડૉકટરે તેમને તમાચો મારી જવાબ આપ્યો હતો. જોકે, હોબાળો થતાં તેમણે ડોકટરની માફી માંગી અને ગાડીમાં બેસતા અગાઉ હું નહીં છોડું તેવું બોલ્યા હતા. કોરોના પેશન્ટની ખબર કાઢવા જતાં ડોકટરે મને ના પાડતા દારૂ પીધેલી હાલતમાં મેં આવું વર્તન કર્યું હતું. આવો મેસેજ મને મારા સોશિયલ મીડિયા મારફતે જાણવા મળ્યું હતું.

આ ઘટના બાદ ભૂષણ ભટ્ટ જાતે ખાડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચીને સમગ્ર ઘટનાનો રદિયો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હું SVP હોસ્પિટલમાં ગયો જ નથી. મને ખબર છે કોરોના દર્દીને મળવા દેવાતા નથી, તો હું ત્યાં કંઈ રીતે પહોંચ્યો હોય. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તમે જાતે SVP હોસ્પિટલમાં તપાસ કરો અને ક્યાં ડોકટર સાથે આવું વર્તન થયું છે અને ખાસ આ વાયરલ થયેલા ફોટોની તપાસ કરાવો અને જો હું દોષી હોઉં તો મારી સામે યોગ્ય કાર્યવાહી કરવી વિનંતિ છે.

આ પણ વાંચો:-  નર્મદા ડેમની ફાઇલ સોનિયા ગાંધીએ કેમ દબાવી રાખી હતી..?

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ ખોટા મેસેજ અને બનાવટી ઘટના દ્વારા મને જાહેર જીવનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું ષડ્યંત્ર થયું છે. જેની તાત્કાલિક તપાસ કરાવો અને જે કોઈ દોષિત હોય તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.