ગુજરાતમાં લોકડાઉન 4.0ની ગાઈડલાઈન મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમૂલ પાર્લર પર માસ્કના વેચાણની જાહેરાત કરી હતી. કોરોના સામેની લાંબી લડતમાં સરકારને એકાએક યાદ આવ્યું કે લોકોને માસ્ક કેવી રીતે મળશે એટલે અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયામાં અને N 95 માસ્ક 55 રૂપિયામાં મળવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ અવાર નવાર માસ્કને લઈને રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે.

- Advertisement -

હવે આ સિલસિલામાં રાજકોટના પૂર્વ મેયરે ફેસબુક પર એક વિવાદિત પોસ્ટ મૂકીને ચર્ચામાં આવ્યા છે. તેમણે ફેસબુક પર અમૂલ પાર્લર પર માસ્ક ન મળતા હોવાની પોસ્ટ મૂકી હતી. આ સિવાય રાજકોટમાં ઉનાળામાં વીજ સમસ્યાને લઈને પડી રહેલી સમસ્યાને લઈને પણ પોસ્ટ મૂકી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પૂર્વ મેયર સંધ્યા વ્યાસે પોતાના ફેસબુક પર એક વિવાદિત પોસ્ટ મૂકી વિવાદ છેડ્યો હતો. જેના કારણે તેઓ ટાઈમલાઈનમાં આવી ગયા હતા. ગુજરાત સરકારની જાહેરાત કર્યા છતાં અમુલ પાર્લર પર માસ્ક ન મળતા હોવાની પોસ્ટ મૂકી હતી.

આ પોસ્ટમાં તેમણે 65 રૂપિયાની સ્કીમવાળા N-95 માસ્કને લઈને તંત્રને અનેક સવાલો કર્યા હતા. આ સિવાય તેમણે રાજકોટની વીજ સમસ્યાને લઈને પણ એક પોસ્ટ કરીને સરકાર પર સીધી આંગળી ચીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટમાં એક પછી એક મામલે સરકાર ઘેરાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા N-95 માસ્ક ના ભાવ મામલે આક્ષેપો બાદ કેમિસ્ટ એસોસિએશનના ચેરેમેને પણ અમૂલ પાર્લર પર વેચાતા માસ્ક ઓરિજનલ ન હોવાનો દાવો કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાત સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  ભાઇ પર જ ભાઇનો મગજનો ‘બાટલો’ ફાટ્યો અને થઇ બરાબરની જોવા જેવી