તાંબા, ચાંદી કે સોનાના વાસણમાં ગંગાજળ રાખવું જોઇએ

સોમવાર, 1 જૂને જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિ છે. આ તિથિએ ગંગા દશેરા ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં રાજા ભગીરથે ગંગાને સ્વર્ગથી ધરતી ઉપર લાવવા માટે તપસ્યા કરી હતી. જેથી પ્રસન્ન થઇને દેવી ગંગા ધરતી ઉપર આવ્યાં હતાં. ઘરમાં ગંગાજળ રાખવાની પરંપરા છે. ગંગાજળથી ઘરમાં પોઝિટિવિટી વધે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા દ્વારા જાણો ગંગાજળ સાથે જોડાયેલી ખાસ વાતો….

- Advertisement -

ગંગાજળ માટે શુભ ધાતુ-

ઘણાં લોકો પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ રાખે છે. ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં રાખવું નહીં. તેના માટે તાંબા, ચાંદી કે સોનાના વાસણ શુભ રહે છે. ઘરના મંદિરમાં ગંગાજલી રાખો અને નિયમિત પૂજા-પાઠ કરો.

ઘરમાં ગંગાજળ છાંટવું-

ઘરમાં પોઝિટિવિટી અને પવિત્રતા જાળવી રાખવા માટે સમયે-સમયે ગંગાજળ છાંટવું જોઇએ. ઘરમાં સવાર-સાંજ સાફ-સફાઈ કરવી જોઇએ. આવું કરવાથી વાસ્તુ દોષની અસર દૂર થઇ શકે છે. તેની અસરથી નેગેટિવિટી દૂર થાય છે.

શિવલિંગ ઉપર ગંગાજળ ચઢાવવું જોઇએઃ-

રોજ નિયમિત રૂપથી શિવલિંગ પૂજા કરો અને પૂજામાં ગંગાજળથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. ગંગાજળના થોડાં ટીપા લોટામાં રાખો અને તેને શિવલિંગ ઉપર ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો

આ પણ વાંચો:-  Live : કોરોના ઉપર નરેન્દ્ર મોદી નું live