કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે, તેમણે જણાવ્યુ કે, કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ગુજરાત વુહાન બનવા જઈ રહ્યુ છે. ત્યારે સરકારને રાજ્યસભાની ચૂંટણી જીતવાની ચિંતા છે. કોંગ્રેસ ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે અમારા બન્ને ઉમેદવારને જીતાડવાની રણનીતિ તૈયાર કરી છે.

- Advertisement -

રાજીનામા આપનારા ધારાસભ્યો પર પ્રહારો

વધુમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ફરી એક વખત ભાજપ તેમજ રાજીનામું આપનારા કોંગી ધારાસભ્યો પર નિશાન સાધ્યું છે. રાજકોટના નિલ સિટી રિસોર્ટમાંથી લલિત કગથરાએ જણાવ્યું કે, ભાજપ નામના વાયરસે કોંગ્રેસના 15 ધારાસભ્યોનો ભોગ લીધો છે, તો રાજીનામું આપનારા ધારાસભ્યોએ પણ પૈસાની લાલચે રાજીનામું આપ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસમાં આંતરિક રીતે ગર્ભિત ભય

ધારાસભ્યોના રાજીનામા બાદ હવે કોંગ્રેસમાં ફરી યાદવાસ્થળીના એંધાણ વર્તાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 3 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે.પરંતુ હવે કોંગ્રેસને ભાજપ કરતા આંતરિક બળવાનો ગર્ભિત ભય છે. રાજ્યસભાના બંને ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે હવે ઉમેદવારોને તેમની છાવણીમાં લાવવાના મુદ્દે ખેંચતાણ શરૂ થઇ છે. કોંગ્રેસ હાઇકમાન્ડે શક્તિસિંહ ગોહિલને પ્રાથમિકતા આપતા ભરતસિંહ સોલંકીના સમર્થકો ફરી વિરોધ કરી શકે છે. આ પહેલા પણ રાજ્યસભાની ટિકીટ ન મળવાથી ભરતસિંહના સમર્થક ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.

કોંગ્રેસને પોતાના ધારાસભ્યો સાચવવાની કવાયત

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે તેમના ધારાસભ્યોને સાચવવાની કવાયત શરૂ કરી છે. જે અંતર્ગત ઉત્તર ઝોનના ધારાસભ્યોને અંબાજીના કોટેશ્વર નજીક વાઇલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વહેલી સવારે જ રિસોર્ટમાં આવી પહોંચ્યા હતાં. ઉત્તર ઝોનના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં ઉત્તર ઝોનના 7 જેટલા ધારાસભ્યો રિસોર્ટ પહોંચી ચૂક્યા છે. જો કે મીડિયાને રિસોર્ટમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. રિસોર્ટ બહાર મીડિયાકર્મીઓનો જમાવડો થતાં સિદ્ધાર્થ પટેલ તેમના રૂમની બહાર પણ ન નીકળ્યા નહોતા.

આ પણ વાંચો:-  નારાજ બીટીપી માટે CM રૂપાણીનો દાવો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.