ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. રાતોરાત દોડધામ મચી ગઈ

ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. રાતોરાત દોડધામ મચી ગઈ છે. આ માહોલ વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યનો સાચવવા માટે નવી યોજના અપનાવી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં ફરી એકવખત રીસોર્ટ પોલિટિક્સ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને નિલસિટી રિસોર્ટમાં લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ રિસોર્ટ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂનું છે. આજે કેટલાક ધારાસભ્યો અહીં પહોંચશે.

- Advertisement -

પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે, આજે હું જે કંઈ છું એ કોંગ્રેસને કારણે છું

જ્યારે બાકીના ધારાસભ્યો આવતીકાલ સુધીમાં પહોંચશે. લલિત વસોયા અને પીરઝાદા રાજકોટના રિસોર્ટમાં પહોંચી ગયા છે. જ્યારે હાર્દિક પટેલ, પરેશ ધાનાણી તથા અર્જૂન મોઢવાડિયા આવતીકાલ સુધીમાં પહોંચી જશે એવું લલિત વસોયાએ જણાવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે, આજે હું જે કંઈ છું એ કોંગ્રેસને કારણે છું. ભલે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોય. અત્યારે મને આદેશ છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોને મારા રિસોર્ટમાં રોકાણ માટેની વ્યવસ્થા કરવી. તેથી 50 લોકોને રોકાવવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પણ અમુક લોકોને સમજાવવાની કોઈ જવાબદારી હજું સુધી મને સોંપવામાં આવી નથી. ઉપરથી જેમ કહેવામાં આવશે એમ હું કરીશ.

આ પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટકના એક રિસોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતના ધારાસભ્યોને આણંદના ઉમેટામાં આવેલા એરિસ રિવરસાઈડ રિસોર્ટમાં બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી ધારાસભ્યો પક્ષ છોડીને જતા રહ્યા બાદ આ પગલું લેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના જાણીતા નેતા ભરતસિંહ સોલંકી પણ આ જ ફાર્મહાઉસમાં રહેવાના છે. મધ્ય ગુજરાતના કાંતિભાઈ સોઢા, પૂનમભાઈ પરમાર, ભરતસિંહ સોલંકી, નટવરસિંહ ઠાકોર, નિરંજન પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, કાળુસિંહ ડાભી અને અજીતસિંહ ડાભીને આણંદના ઉમેટ ખાતેના રિસોર્ટમાં બોલાવવામાં આવ્યા છે. આ પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટકના એક રિસોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:-  બનાસ ડેરી ચૂંટણીના ફાર્મ ભરવાના અંતિમ બે દિવસો જ બાકી

ભાજપ પાસે ધારાસભ્યો ખરીદવાનો સમય છે.

કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, મંગલ ગાવીત, સોમાભાઈ પટેલ, જે.વી.કાકડીયા,પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરી, બ્રજેશ મેરજા કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. કોંગ્રેસના મોટા નેતા વિક્રમ માડમે કહ્યું હતું કે, જે લોકો આ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે એને મહત્ત્વ આપવાનું બંધ કરો. ભાજપ પાસે ધારાસભ્યો ખરીદવાનો સમય છે. ખેડૂતો સામે જોવાનો સમય નથી. બ્રિજેશ મેરજા એવું પણ કહ્યું હતું કે, બે-ચાર લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે. મારૂ જીવન નિષ્કલંક રહ્યું છે. કાચના ઘરમાં રહેનારા બીજાના ઘર પર પથ્થર ન ફેંકે. ભાજપનો મે સંપર્ક કર્યો નથી અને ભાજપે પણ મારો કોઈ સંપર્ક કર્યો નથી. જો મે પૈસા લીધા હોય તો પુરાવા રજૂ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.