પહેલી ગુપ્ત નવરાત્રિ માઘ માસના શુક્લ પક્ષમાં જ્યારે બીજી અષાઢ માસના શુક્લ પક્ષમાં આવે છે

હિંદૂ માન્યતાઓ અનુસાર એક વર્ષમાં કુલ 4 નવરાત્રિ આવે છે. જેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રિ ઉપરાંતની બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે.

- Advertisement -

પહેલી ગુપ્ત નવરાત્રિ માઘ માસના શુક્લ પક્ષમાં જ્યારે બીજી અષાઢ માસના શુક્લ પક્ષમાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન ઉપવાસ કરવાનો સંકલ્પ લઈ પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે.

ગુપ્ત નવરાત્રિના દિવસોમાં તાંત્રિક સાધના કરવામાં આવે છે

આ પર્વ દેવી ભક્તો માટે ખાસ માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિના દિવસોમાં તાંત્રિક સાધના કરવામાં આવે છે. માન્યતા છે કે ગુપ્ત નવરાત્રિમાં થતી સાધનાને ગુપ્ત રાખવામાં આવે છે. અન્ય નવરાત્રિની સરખામણીમાં ગુપ્ત નવરાત્રિમાં કરેલી સાધના કઠીન હોય છે પરંતુ તે અધિક ફળદાયી હોય છે. આ નવરાત્રિમાં માતા કાળીની પૂજા કરવાનું વિધાન છે.

નવ દિવસના આ પર્વમાં દેવીના વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જેમાં માતા કાળી, તારા દેવી, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમાં, ત્રિપુર ભૈરવી, ધૂમાવતિ માતા, બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે.

આ નવરાત્રિનું પુણ્ય ફળ પ્રાપ્ત કરવું હોય તો રોજ દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો. આ સાથે જ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો અને મંત્ર જાપ કરવા. દેવી દુર્ગાના મંત્ર ઓમ દું દુર્ગાયૈ નમ: મંત્રની રોજ માળા કરો.

આ પણ વાંચો:-  બહુ લાગણીશીલ હોય છે આ રાશિની છોકરીઓ, પ્રપોઝ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી આટલી વાતો