વડોદરાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાના ઘરે પારણું બંધાયું છે. હાર્દિક પંડ્યાની મંગેતર નતાશાએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરીને તેની જાણકારી આપી છે. હાર્દિક પંડ્યા લગ્ન પહેલાં જ પિતા બનશે. તેની નતાશા સાથે સગાઈ જ થયેલી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ના પહેલાં દિવસે હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરી હોવાની માહિતી આપી સૌને ચોંકાવી દીધા હતા.

- Advertisement -

નતાશાએ આજે ઈન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં નતાશા હાર્દિકની સામે જોઈ રહી છે. અને હાર્દિક તેનાં પેટ પર હાથ રાખીને ઉભો છે. ફોટો શેર કરતાં નતાશાએ કેપ્શન લખ્યું છે કે, હાર્દિક અને મેં અત્યાર સુધી અને હાલ પણ ઘણી યાદગાર સફર ખેડી છે. અને તે ફક્ત સારી જ થઈ રહેશે. અને ટૂંક સમયમાં જ નવા મહેમાનનું આગમન કરવા માટે અમે બંને ખુબ જ રોમાંચિત છીએ. અમે બંને જીવનના આ નવા પડાવને લઈ સુપર એક્સાઈટેડ છીએ. અને અમે તમારા આશીર્વાદ માગીએ છીએ.

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્ષ 2020ના પ્રથમ દિવસે જ ખુશખબરી આપી હતી. હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટાંકોવિચ સાથે સગાઈ કરી લીધી હતી. લોકડાઉનના સમયમાં હાર્દિક અને નતાશા પરિવાર સાથે રહેતાં હતા. હવે હાર્દિક પંડ્યની આ ખુશીથી પરિવારમાં ખુશીનું મોજું ફેલાઈ ગયું છે.

આ પણ વાંચો:-  સૌરાષ્ટ્રના બદલે ગુજરાતના આ દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા, 'હીકા'એ દીશા બદલી