રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસકર્મીઓ, હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર અને નર્સ પણ કોરોનાનો ચેપ લાગી રહ્યો છે અને સરકારી અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, ત્યારે ગુજરાતના સિનિયર IAS અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, IAS અધિકારી આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિની ટીમ સાથે કામ કરી રહ્યા હતા. હાલ IAS અધિકારી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને હોસ્પિટલમાં તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

રિપોર્ટ અનુસાર સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી રાજ્યના સિનિયર IAS હારીત શુક્લા કોરોના સંક્રમિત થયા છે. IAS અધિકારી હારીત શુક્લા છેલ્લા અઢી મહિના જેટલા સમયથી આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિની ટીમ સાથે આરોગ્ય વિભાગમાં કામ કરી રહ્યા હતા.

અધિકારી હારીત શુક્લા છેલ્લા સાત દિવસથી રજા પર હતા. રજા બાદ તેઓ જ્યારે ફરજ પર પરત ફર્યા ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેઓનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. અધિકારી હારીત શુકલાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઝડપથી રિકવરી થઈ રહી હોવાની પણ માહિતી મળી રહી છે.

મહત્ત્વની વાત છે કે, આરોગ્ય વિભાગમાં કામ કરતા હોવાના કારણે અઢી મહિના જેટલા સમય સુધી હારીત શુક્લા આરોગ્ય વિભાગની મીટિંગમાં હાજરી આપતા હતા. આ ઉપરાંત તેઓ અલગ-અલગ કોવિડ હોસ્પિટલોની પણ સમયાંતરે મુલાકાત લેતા હતા. IAS હારીત શુક્લાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા અન્ય અધિકારીઓ અને આરોગ્યના કર્મચારીઓના પણ રિપોર્ટ કરવાની તજવીજ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક સાથે 10 ડૉક્ટરના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પણ દોડતું થઇ ગયું છે. 10 ડૉક્ટરોમાંથી 8 ડૉક્ટરો અમદાવાદની SVP હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. અમદાવાદના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોના કારણે સૌથી વધારે મૃત્યુદર અમદાવાદમા છે.

આ પણ વાંચો:-  ICMRના ડૉ. ભાર્ગવ, AIIMSના ડૉ. ગુલેરિયા સહિત 4 સભ્યોની કેન્દ્રીય ટીમ સુરતમાં

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.