અમરેલીના ખાંભા પંથકમાં ફરી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં એક બાજુ વાવાઝોડાંની શક્યતા જોવા મળી રહી છે, તો બીજી બાજુ કમોસમી વરસાદે ચિંતામાં વધારો કર્યો છે. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાંઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના પગલે તલન, મગ, બાજરી અને કેરીના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.

- Advertisement -

ગોંડલ

ગોંડલમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો. વાદળછાયું હવામાન થઈ ગયું. અને ભારે પવન સાથે વરસાદ થયો. કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

રાજકોટ

રાજકોટના જીલ્લામાં ચોમાસાનુ આગમન થયું હતુ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. કોટડા સાંગાણી સહીત આસપાસના ગામોમા વરસાદ વરસ્યો હતો. દિવસભરના બફારા બાદ વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા વાતાવરણમા પ્રસરી ઠંડક પ્રસરી હતી. લોકોને કાળજાળ ગરમીથી રાહત મળી હતી.

દાહોદ

દાહોદમાં વહેલી સવારે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. તો લીમખેડામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.

ગુજરાત પર એક સાથે 2 વાવાઝોડાનું સંકટ સર્જાયું છે. દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્યના અરબી સમુદ્રમાં હળવાનું હળવું દબાણ સર્જાયુ છે. જે મજબૂત બનીને વાવાઝોડા સ્વરૂપે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમી દિશા તરફ આગળ ધપી રહ્યું છે. જે ત્રણ જૂનની આસપાસ ગુજરાત તેમજ ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે. સૌરાષ્ટ્ર ખાતે ભારે વરસાદની સંભાવના છે. બે વાવાઝોડામાંથી પહેલુ વાવાઝોડું 1 થી 3 જૂન વચ્ચે ટકરાવાની શક્યતા છે. જ્યારે બીજું વાવાઝોડું 4 થી 5 જૂન વચ્ચે પ્રતિકલાક 120 કિમીની ઝડપે ટકરાવાની શક્યતા છે.

આ પણ વાંચો:-  ગુજરાત કોંગ્રેસે MLAને રાજકોટ અને મધ્ય ગુજરાતનાને ઉમેટના રિસોર્ટમાં મોકલાયા