કૉલેજમાં આવ્યો ત્યારથી મને યુવકોને જોઈને ઉત્તેજના થતી

સવાલ- હું ૨૫ વર્ષનો યુવાન છું. ખબર નહીં કેમ, પણ કૉલેજમાં આવ્યો ત્યારથી મને યુવકોને જોઈને ઉત્તેજના થતી હતી. વૉશરૂમમાં જોઉં ત્યારે અન્ય લોકોને જોઈને લિટરલી મારી ઇન્દ્રિયમાં સખતાઈ આવી જતી. શોખ ખાતર મેં પણ એક ગર્લફ્રેન્ડ બનાવેલી, પણ તેની સાથે એક મહિનાથી વધુ ચાલ્યું નહીં. આ વાતને છ વર્ષ થઈ ગયાં, મને છોકરીઓ પ્રત્યે આકર્ષણ થયું જ નથી. કેટલાક દોસ્તો સાથે હું શારીરિક સંતોષ મેળવતો આવ્યો છું. પણ હવે મમ્મી-પપ્પા મારા માટે છોકરી જોઈ રહ્નાં છે ત્યારે સજાતીય પ્રકૃતિમાંથી કેવી રીતે બહાર નીકળવું એ જણાવશો.

- Advertisement -

જવાબ- તમારે એક વાત ખૂબ જ ઑબ્જેક્ટિવલી સમજવી જરૂરી છે કે તમને કુદરતી રીતે જ છોકરીઓ પ્રત્યે આકર્ષણ નથી થયું કે પછી એક ગર્લફ્રેન્ડ સાથે બહુ લાંબુ ચાલ્યું નહીં એટલે તમે મનમાં જ કોઈક ધારણા બાંધી લીધી છે?

વ્યક્તિનું સજાતીય કે વિજાતીય આકર્ષણ મહદંશે જન્મજાત હોય છે. આ આકર્ષણ માટે વ્યક્તિ પોતે કે તેનું વાતાવરણ જવાબદાર નથી. એ વ્યક્તિ એ રીતે જ જન્મી છે. એ વ્યક્તિના ગ્રહો એ રીતે પડ્યા છે કે તે આવી જાતના આકર્ષણ માટે પ્રેરાય છે. કોઈને ચા ગમે તો કોઈને કૉફી ગમે. શા માટે આ ગમો-અણગમો છે એનાં કોઈ કારણો નથી હોતાં, કારણ કે આ વસ્તુ જન્મજાત હોય છે. એટલે જ પરાણે એને બદલવાની કોશિશ કરવાથી જીવન જીવવાનું વધુ આકરું થઈ જાય છે.

અર્વાચીન યુગ એમ માને છે કે સજાતીય આકર્ષણ જિનેટિક છે. પ્રાચીન વિજ્ઞાન એમ માને છે કે આ સમસ્યા જન્મજાત છે અને જન્મ વખતના વ્યક્તિના ગ્રહો આ આકર્ષણ માટે જવાબદાર છે. જો તમને સજાતીય અને વિજાતીય બન્ને આકર્ષણ હોય તો કદાચ તમે લગ્ન કરો તો વાંધો ન આવે, પણ જો સ્ત્રી જોઈને તમને જરાય ઉત્તેજના જ ન થતી હોય તો લગ્ન કરીને હાથે કરીને મુસીબત નોતરવી ન જોઈએ. કેમ કે લગ્ન પછી સ્વસંતોષ અને પાર્ટનરના સંતોષની મૂંઝવણ મોટી થઈ જશે ને કોઈક નિર્દોષનું જીવન બરબાદ થશે.

આ પણ વાંચો:-  રાજ્યસભા ચૂંટણી બાદ કોંગ્રેસનાં નેતા ધાનાણીએ કર્યા ભાજપ પર શાબ્દીક પ્રહાર...