ચિત્ર કે શોપીસ ઘરમાં મુકતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી

તમે ઘણા લોકોના ઘરમાં જોયું હશે કે તેમણે શો પીસ તરીકે અથવા તો દિવાલ પર વહેતા ધોધ, નદીઓ અને પાણીના ચિત્રો લગાવ્યા હોય છે. આમ કરનાર લોકો વાસ્તુશાસ્ત્રના મહત્ત્વના નિયમ વિશે જાણતા હોય છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં વહેતા પાણીની તસ્વીર મૂકવી શુભ ગણાય છે. જો કે આવા ચિત્ર કે શોપીસ ઘરમાં મુકતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

- Advertisement -

– ઘરના સભ્યો તેમજ વેપાર,ધંધાને લોકોની ખરાબ નજર બચાવવા માટે મુખ્ય કોરિડોર અથવા બાલ્કનીમાં પાણીથી સંબંધિત કોઈ ચિત્ર અથવા શો-પીસ રાખવું.

– રસોડામાં પાણી સંબંધિત કોઈપણ શો-પીસ કે ફોટો મકવા નહીં. રસોડામાં પાણી સંબંધિત શો પીસ કે તસવીરો રાખવી શુભ માનવામાં આવતી નથી.

– જો તમે ઘરમાં ફાઉંન્ટેન લગાવવા ઈચ્છો તો તે ઘરની ઉત્તર અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં જ હોવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ વધે છે.

– ઘરના ઇશાન ખૂણામાં માટીના વાસણમાં અથવા જગમાં પાણી ભરીને રાખવું. આમ કરવાથી ઘરના લોકોનું દુર્ભાગ્ય સમાપ્ત થાય છે અને દરેક કામમાં સફળતા મળે છે.

-જો તમારા ઘરમાં બગીચો હોય તો તમે ત્યાં વોટરફોલ લગાવી શકો છો. ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે ધોધમાંથી વહેતા પાણીની દિશા ઘર તરફની હોય તે બહારની તરફ ન વહેતો હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  લગ્ન માટે ટેરોનું આ કાર્ડ છે સૌથી ફાયદાકાર, સામેનું પાત્ર કેવું મળશે તે અંગે આપે છે માહિતી