જ્યોતિષ શાસ્ત્રો મુજબ ઘરને મંદિરની સંજ્ઞા આપવામાં આવી છે.

જ્યોતિષચાર્યો દ્વારા કેટલાક પ્રકારની ભવિષ્ય વાણી કરવામાં આવે છે. તેમની આ ભવિષ્યવાણીથી અને નવા વર્ષમાં વાસ્તુશાસ્ત્રના નિયમો અપનાવી દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ ઘરને મંદિરની સંજ્ઞા આપવામાં આવી છે. કહેવામાં આવે છે કે ઘરને શુદ્ધ અને પવિત્ર હોય તો, તન-મનમાં શાંતિ મળે છે. સાથે જ મગજ પણ તમે પૂરેપૂરી રીતે નિયંત્રણમાં રાખી શકો છો. એવામાં જો ઘરનો માહોલ અનુકુળ ન હોય તો, દરેકના જીવન પર નકારાત્મક અસર પડે છે. જો તમારા ઘરમાં પણ કોઈ કારણવશ સુખ-શાંતિનો માહોલ ન હોય અથવા કોઈ મુશ્કેલી હોય તો ગભરાવાની જરૂર નથી. તમે કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવો અને તેનાથી છુટકારો મેળવો.

- Advertisement -

ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ કરવા માટે મુખ્યદ્વાર પર

વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે ઘરમાં સુખ અને સમુદ્ધિનો પ્રવેશ હંમેશાં મુખ્યદ્વારથી થાય છે. ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ કરવા માટે મુખ્યદ્વાર પર ॐ, સ્વસ્તિક અને ભગવાન ગણેશની પ્રતિમા લગાવો. તમે ઈચ્છો તો ઘરના મુખ્યદ્વાર પર હળદર અને ચંદનથી ॐનું ચિહ્ન બનાવી શકો છો.

રસોઈનો કોઈ પણ ભાગ તૂટેલો હોય તો રિપેર કરાવો

કોઈ પણ ઘરમાં રસોડું સદસ્ય માટે ખાસ હોય છે. આ એવી જગ્યા છે જ્યાંથી લોકોના મનમાં ખુશી પ્રવેશ કરે છે. એટલા માટે નવા વર્ષમાં સંકલ્પ કરો કે રસોડાને હંમેશાં ચોખ્ખુ રાખો. રસોઈનો કોઈ પણ ભાગ તૂટેલો હોય તો રિપેર કરાવો. રસોડાને સાફ રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

છોડ ઉગાડો

તમારા ઘરે એક નાનો છોડ જરૂર ઉગાડો. તમે ઈચ્છો તો તુલસી, મની પ્લાન્ટ જેવા છોડ ઉગાડી શકો છો. વૃક્ષ અને છોડ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે.

પૈસાની તંગીને દૂર કરશે આ ઉપાય

-જો તમે કોઈ પણ પ્રકારની આર્થિક પરેશાની સામે લડી રહ્યા છો તો નવા વર્ષે લક્ષ્મીજીની બેઠેલી મુદ્રામાં તસવીરને પર્સમાં રાખો.
-તમે ઈચ્છો તો પીપળાના પાનને અભિમંત્રિત કરીને પર્સમાં રાખી શકો છો. આવું કરવાથી ક્યારેય તમને પૈસાની મુશ્કેલી નહીં થાય.
-મનની કોઈ ઈચ્છા પૂરી ન થાય તો લાલ રંગના કાગળ પર સારા અક્ષરે તમારી ઈચ્છા લખીને લાલ રેશમી દોરો બાંધી પર્સમાં રાખો.
-હિન્દુ ધર્મમાં ચોખાનું ઘણું મહત્ત્વ હોય છે. નવા વર્ષમાં ચોખાના કેટલાક દાણા રાખો, આ રીતે કરવાથી તમારા પૈસા વગર કારણે ખર્ચ નહીં થાય.

આ પણ વાંચો:-  ગુપ્ત નવરાત્રી: આ રીતે કરશો સાધના તો સદાય રહેશે મા દુર્ગાની અસીમ કૃપા