આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય.

રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ કોંગ્રેસના 3 ધારાસભ્યોએ 24 કલાકના સમયમાં જ તેમના રાજીનામા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની રૂબરૂ મુલાકાત કરીને તેઓને આપ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસે ભાજપ સામે ધારાસભ્યોને ખરીદવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય.

- Advertisement -

ચીમન પટેલની સરકાર કેવી રીતે તોડી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકો નથી આક્ષેપ કરતાં કોંગ્રેસ કરે છે. લોકો જાણે છે કે, કોંગ્રેસે ભૂતકાળમાં શું કર્યું છે. મારે કોંગ્રેસને પણ કહેવું છે કે, તમે યાદ કરો ચીમન પટેલની સરકાર કેવી રીતે તોડી હતી. તમે યાદ કરો કટોકટી લગાડી ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર તમે કેવી રીતે તોડી હતી. તમે યાદ કરો શંકરસિંહ ખજૂરા લઇ ગયા હતા ત્યારે તમે કેશુભાઈની સરકાર કેવી રીતે તોડી હતી અને તમે યાદ કરો અટલજીની સરકાર તમે કેવી રીતે તોડી હતી. કોંગ્રેસને બોલવાનો કોઇ અધિકાર નથી કોંગ્રેસ ડૂબતી નાવ છે.

કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ છે:સીએમ રૂપાણી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ત્રણ રાજીનામા પડ્યાં છે. મને તો નવાઈ લાગે છે કે, 2017ની ચૂંટણી પત્યા પછી આ ચોથો એપિસોડ છે અને તેની પહેલા શંકરસિંહ વાળો આખો એપિસોડ 12 લોકો ગયા હતા એટલે કોંગ્રેસ ડૂબતી નાવ છે. કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ છે. કોંગ્રેસના લોકો હવે કોંગ્રેસમાંથી ઠેકીને બહાર આવે છે. બ્રિજેશ મેરજાને લઈ વિધાનસભાના અધ્યક્ષે પણ એવું કહ્યું હતું કે, આ સારા ધારાસભ્ય રાજીનામું આપી જાય છે એટલે મને દુઃખ થાય છે. બ્રિજેશભાઈ કદી પૈસા લે એવો માણસ જ નથી પરંતુ કોંગ્રેસને એ નથી જોવું કે, બ્રિજેશભાઈ શા માટે આપણાથી દૂર ગયા. હવે બ્રિજેશભાઈ ખરાબ અને બ્રિજેશભાઈ માટે પાંચ પંદર જણા ગમે તેવું બોલે. આ બધી વાર્તા છે 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય.

આ પણ વાંચો:-  GCCI ચૂંટણી: સિનિયર ઉપપ્રમુખપદ માટે બે ઉમેદવારો મેદાનમાં

કુલ આઠ ધારાસભ્યોનાં રાજીનામાં કોંગ્રેસમાંથી પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં જ્યારે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ હતી, ત્યારબાદ કોંગ્રેસના 5 ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યા હતા. કોરોનાની મહામારીના કારણે એપ્રિલમાં રાજ્યસભાની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી અને હવે ફરીથી ચૂંટણીની તારીખ જાહેર થઇ છે ત્યારે કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામા પડ્યાં છે. આમ કુલ આઠ ધારાસભ્યોનાં રાજીનામાં કોંગ્રેસમાંથી પડ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.