સુરતમાં આજે વધુ 60 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં નવા 54 કેસ સાથે અત્યારસુધીમાં 1696 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં 06 નવા કેસો સાથે અત્યાર સુધીમાં 125 કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 1821 કેસ નોંધાયા છે. આજે બે દર્દીઓના મોત થયા છે આ સાથે મૃત્યુઆંક 74 પર પહોંચ્યો છે.

- Advertisement -

આજે 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરયા છે. આ સાથે અત્યારસુધીમાં કુલ 1208 દર્દીઓના ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક્ટીવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તારીખ 18-05-2020ના રોજ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સામે એક્ટીવ દર્દીઓની સંખ્યાનો પ્રમાણદર જે 53.19 ટકા હતો તે આજે ઘટીને 26.35 ટકા થયો છે.

આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા દર્દીઓની સંખ્યા 415ની સામે 1114 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21,610 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાત સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  ટુ-વ્હીલર પર 1 અને કારમાં ફક્ત 2 જ વ્યક્તિ બેસી શકશે.