શહેરના મોટા ભાગમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચુકી છે.

શહેરમાં સવારથી જ ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો. ત્યારે બપોર બાદ અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં બદલાતા કાડા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. ત્યારે શહેરના મોટા ભાગમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચુકી છે.

- Advertisement -

અમદાવાદમાં મેઘરાજાએ મન મુકીને પધરામણી

અમદાવાદમાં મેઘરાજાએ મન મુકીને પધરામણી કરતા શહેરના નારાણપુરા, જુહાપુરા, સરખેજ, મોટેરા, ચાંદખેડા, સાબરમતી, જમાલપુર, પાલડી, વિસત, ઝુંડાલ, રાયપુર, સારંગપુર સહિતના અન્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડા પવન સાથે વરસાદ શરૂ થયો છે.

રાજ્યમાં હજી પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી સક્રિય છે. જેથી કરીને આજથી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  જાહેરમાં રેલીઓ યોજનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કોરોના પોઝિટિવ