જે રીતે ગુજરાત અને અમદાવાદમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સામાન્ય લોકોથી માંડી ડોક્ટર અને પોલીસ પણ કોરોનાગ્રસ્ત થવા લાગ્યા છે. ત્યારે અમદાવાદમાં નેતાઓ પણ હવે એક પછી એક કોરોનાના ભરડામાં આવવા લાગ્યા છે. આ પહેલા નિકોલ અને નારોલના ધારાસભ્યો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા હતા અને હવે સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ વેજલપુરના ધારાસભ્યને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે.

- Advertisement -

વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણને કોરોના પોઝિટિવ આવ્યો

વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલમાં ધારાસભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે. આ રીતે એક પછી એક ધારાસભ્યને કોરોના પોઝિટીવ આવવાના કારણે રાજકારણીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

નરોડાના બીજેપી ધારાસભ્ય બલરામ થાવાણીનું કોરોનો સેમ્પલ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેમજ હવે વેજલપુરના ધારાસભ્યને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  પેન્ના નદી કિનારે રેતી ના ઢગલા માંથી આ મંદિર નીકળ્યું..