રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે મોડી રાત્રે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાજકોટ ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર, આટકોટ, વિરનગર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. ગ્રામ્યની સાથે રાજકોટ શહેરમાં પણ કાળા વાદળોની સાથે ઠંડો પવન ફૂંકાયો હતો.

સરધાર ગામે સતત 40 મિનિટ વરસાદ

રાજકોટના સરધાર ગામે સતત 40 મિનિટ વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદે ગાજવીજના કડાકા બોલાવ્યા હતા. ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે સરધાર, આટકોટ, હલેન્ડા સહિતના ગામોને ધમરોળ્યા હતા. સરધાર ગામે ટ્રાન્સફોર્મર પર વીજળી પડી હતી. વીજળી પડતા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

જેતપુર મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. જેતપુર તેમજ આજુબાજુ ના ગ્રામ્ય પંથકમાં પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેતપુરમાં ધોધમર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અતિ ભારે પવન સાથે વરસી પડેલા વરસાદે ભારે નુકસાની કરી હતી.

જેતપુરમાં અંધારપટ છવાઈ ગયો હતો

જેતપુરના ધારેશ્વરમાં 66 KV સપ્લાય લાઈનનો કેબલ ફાયર થયો હતો, જેને કારણે જેતપુરમાં અંધારપટ છવાઈ ગયો હતો. સાડીના કારખાનાના છાપરા ઉડી રોડ ઉપર આવ્યા હતા. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. શહેરની વીજ સપ્લાય લાઈન ઉપર વૃક્ષો પડતા વીજ પુરવઠો બંધ થયો હતો. ત્યારે GETCO દ્વારા વીજ પુરવઠો ફરી ચાલુ કરવા કામગીરી કરાઈ હતી. અનેક વૃક્ષો રોડ ઉપર પડતા રોડ બંધ થયા હતા. તો ભારે પવનના કારણે કેબિનો પણ ઉંધી વળી હતી.

રાજકોટના ગોંડલ ગામે પણ પવન સાથે સતત વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી વિશ્વાસ જ ન થયો કે ચોમાસું નથી. ગોંડલમાં અંદાજે 1 ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરમાં વીજ ગૂલ થઈ ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  1 જુલાઈ : જાણો શું કહે છે આજના સિતારા તમારા માટે જુઓ આજ નું રાશિ ભવિષ્ય