તિરુમાલા તિરૂપતિ દેવસ્થાને સોમવારે હૂંડીનાં સ્વરૂપે 25.7 લાખનું દાન પ્રાપ્ત કર્યું હતું. 83 દિવસના લોકડાઉન બાદ મંદિરને 8 જૂનના રોજ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યું હતું. શરૂઆતના ત્રણ દિવસમાં માત્ર કર્મચારીઓ અને સ્થાનિક લોકો માટે દર્શન ખોલવામાં આવ્યાં છે. ત્યારબાદ 11જૂનથી સામાન્ય નાગરિકો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓ ભગવાન બાલાજીના દર્શન કરી શકશે.

- Advertisement -

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનને ખોલવાની જાહેરાત થતાંની સાથે જ પહેલા દિવસે કાઉન્ટર પર ટિકીટ ખરીદી માટે લાંબી લાઈનો જોવા માટે મળી હતી. પહેલા દિવસે રાજ્યભરના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં.

સવારે 8 વાગ્યાથી ટિકીટનું વેચાણ રાજયે દરેક કાઉન્ટર પર શરૂ કરી દીધું હતું. 11 જૂનની ટિકિટો થોડાક જ કલાકોમાં ટિકીટનું વેચાણ થઈ જવાથી આંધ્ર પ્રદેશ સરકારે 12 જૂનની પણ વેચવાનો નિર્ણય કર્યો હતો. મંદિરના વહીવટી તંત્ર અનુસાર મંગળવાર સાંજ સુધી 9 હજાર ટિકીટનું વેચાણ કરવામાં આવ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે,  દરેક શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવા પડશે. TTD એ મંદિર પરિસરને સ્પર્શ- મુક્ત પરીસર બનાવી દીધું છે. જયારે તીર્થયાત્રીઓ લાઈનમાં આવશે ત્યારે તેમણે કોઈપણ વસ્તુઓને અડવાની જરૂર નથી. ભક્તોએ લાઈનમાં 5-6 ફૂટનું અંતર જાળવવું પડશે. મંદિર ખોલ્યા બાદ ઘણી તસ્વીર સામે આવી છે, જેમાં ઘણાં લોકો પોતાના વાળનું દાન કરતાં પણ નજરે પડી રહ્યા છે.

કોવિડ-19 ની મહામારીના કારણે તિરૂપતિ મંદિર 20 માર્ચથી બંધ હતું.  તિરૂપતિ મંદિર દેશના સૌથી અમીર મંદિરમાનું એક ગણવામાં આવી રહ્યું છે. દર મહિને 200 કરોડ રૂપિયાની આવક મંદિરને થાય છે, જે લોકડાઉન બાદ બંધ થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા ( Gujarati news online ) માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  અમેરિકાની કંપની KKR રિલાયન્સ Jioમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે