અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે નિતેશ તિવારીની 300 કરોડની રામાયણની સ્ટારકાસ્ટ ફાઈનલ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રામની ભૂમિકામાં રણબીર કપૂર, રાવણની ભૂમિકામાં હૃતિક રોશન અને સીતાની ભૂમિકામાં દીપિકા પાદુકોણ જોવા મળશે. આ ફિલ્મ માટે રણબીર કપૂર અને રિતિક રોશનની સિક્રેટ મીટિંગ પણ થઈ હોવાના અહેવાલો હતા.
પરંતુ હવે નવીનતમ અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં રામના રોલ માટે બે સુપરસ્ટારનો સંપર્ક કરવામાં આવ્યો છે – રણબીર કપૂર અને તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ. મહેશ બાબુએ અત્યાર સુધી આ ફિલ્મ માટે ના કહી દીધી છે અને રણબીરે તરત જ આ ફિલ્મ માટે હા પાડી દીધી છે.
આવી સ્થિતિમાં નિતેશ તિવારી હજુ પણ નક્કી નથી કરી શક્યા કે તેઓ કોની સાથે ફિલ્મને આગળ વધારશે. ખરેખર, રામાયણમ નામની આ મહત્વાકાંક્ષી ફિલ્મ માટે મહેશ બાબુ પ્રથમ પસંદગી હતા. પરંતુ તે એસએસ રાજામૌલીના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાના કારણે એવું માનવામાં આવતું હતું કે તે આ ફિલ્મને નકારી દેશે. આ જ કારણ હતું કે આ ફિલ્મ માટે રણબીર કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો હતો.