–ઓકલેન્ડના હેન્ગ્યુશન ખાતે લાકડાની
બનાવટના ઘરમાં લાગેલી આગમાં પિતા-પુત્ર ફસાયા
–પુત્ર બારીની બહાર કૂદી જતા બચ્યો
–ઘરની
બહાર નીકળવાના રસ્તા આગની ઝપેટમાં આવી ગયા હતા
–પુત્રએ
પિતાને બચાવવા પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી
નવસારી
નવસારી
જિલ્લાના જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામના વતની અને ન્યુઝીલેન્ડમાં
ઓકલેન્ડના હેન્ગ્યુશન ખાતે રહેતા એનઆરઆઈ વૃધ્ધના ઘરમાં આગ લાગતાં વૃધ્ધ અને તેનો
પુત્ર મકાનમાં ફસાયા હતા. જેમાં પિતાનું કરૃણ મોત થયું હતું. જ્યારે પુત્ર સમયસર
ઘરની બારીમાંથી બહાર કૂદી જતાં જીવ બચ્યો હતો.
પ્રાપ્ત
વિગત મુજબ જલાલપોરના માણેકપોર ટંકોલી ગામે મંદિર ફળિયામાં રહેતા માવજીભાઈ મકનભાઈ
પટેલ (ઉ.વ.આ.૭૮) અને તેમનો પરિવાર છેલ્લા ૩૦ વર્ષથી ન્યુઝીલેન્ડમાં સ્થાઈ થયો છે.
માવજીભાઈના પત્નીના અવસાન બાદ ઘણા સમયથી તેઓ પુત્ર ઝવેરભાઇ સાથે રહેતા હતા.
મંગળવારે માવજીભાઈનાં મકાનમાં અચાનક રહસ્યમય રીતે આગ ભભૂકી ઉઠી હતી અને આગે
જોતજોતામાં વિનાશક સ્વરૃપ ધારણ કરતાં આકાશમાં ધુમાડાનાં ગોટેગોટા ઉડવા સાથે
આસપાસનાં વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. ઘરમાંથી બહાર નીકળવાનાં રસ્તા આગની ઝપેટમાં
બંધ થઈ જતાં પિતા-પુત્ર મકાનમાં જ ફસાયા હતા. ઓકલેન્ડ ફાયર બ્રિગેડ મદદ માટે આવે
તે પૂર્વે જ આગની જવાળા વધુ વિનાશક બનતાં વૃધ્ધ પિતાને બહાર કાઢવા માટે પ્રયાસોમાં
સફળતા નહીં મળતા આખરે પુત્ર ઝવેરભાઈ (ઉ.વ.૫૦) ઘરની બારીમાંથી જીવ બચાવવા માટે બહાર
કૂદી ગયા હતા. જ્યારે માવજીભાઈ પટેલનું દાઝી જવાથી મોત થયું હતું. ફાયર ફાઈટરોની
ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ગોઝારી વિનાશક આગમાં
મકાનનો તમામ સરસામાન બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થયું હતું. આગ કયા કારણોસર
લાગી હતી તેનું રહસ્ય અકબંધ રહ્યું છે.
એનઆરઆઈ
માવજીભાઈના અવસાન અંગે વતન માણેકપોર ટેકોલીમાં રહેતા તેમના પરિવારને જાણ થતાં ગમગીની
વ્યાપી ગઈ હતી. ન્યુઝીલેન્ડમાં મહત્તમ મકાનોના બાંધકામનું સ્ટ્રકચર લાકડવાની
બનાવટનું હોય છે. જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાતા સામાન્ય આગ પણ વિનાશક સ્વરૃપ
ધારણ કરી લેતી હોય છે.
.