યુરોપના દેશોમાં હવે કોરોના વાઈરસની અસર ઓછી થઇ જતા સ્થાનિકોને બહાર જવાની છૂટ આપી દેવામાં આવી છે. લોકડાઉન પૂરું થયા પછી પણ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ધ્યાન રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રીસ દેશમાં હાલમાં જ કોરોનાને ધ્યાનમાં રાખીને ડ્રાઈવ-ઇન મ્યૂઝિક કોન્સર્ટ રાખવામાં આવી હતી. લોકડાઉન પછીની આ દેશની પ્રથમ ઇવેન્ટ હતી જેમાં આટલા 100થી વધારે લોકો લોકો ભેગા થયા હતા.

- Advertisement -

મંગળવારે  ગ્રીસમાં ગ્લાયફાડા બીચ પર મ્યૂઝિક કોન્સર્ટ રાખવામાં આવી હતી, જેની એન્ટ્રી ફ્રી હતી. ફેમસ ગ્રીક સિંગર નતાલીયા દર્શકે પોતાના અનુભવ વિશે કહ્યું કે, મેં ક્યારેય આવી મસ્ત મ્યૂઝિક કોન્સર્ટ એન્જોય કરી નથી આ તદ્દન નવો અનુભવ હતો.

ગ્લાયફાડા શહેરના મેયરે કહ્યું કે, આ ઇવેન્ટનો મુખ્ય હેતુ લોકડાઉનમાં રહેલા લોકોને ખુશ કરવાનો હતો. ગ્લાયફાડાની મ્યુનિસિપાલિટીએ આ ઇવેન્ટનું આયોજન કર્યું. 300થી વધારે કાર સિંગરના સ્ટેજ સામે પાર્ક હતી. લોકોએ કારમાંથી જ કોન્સર્ટ એન્જોય કરી.

સિંગર નતાસાએ ચાલુ ઇવેન્ટ દરમિયાન કહ્યું કે, આ પ્રોગ્રામ એક ઉદાહરણ છે કે આપણને કોઈ રોકી શકવાનું નથી. જો આપણામાં ધીરજ અને પોઝિટિવ વિચારો હોય તો બધું જ કરી શકીએ છીએ.

ગ્રીસમાં સમર સિઝનમાં લાઈવ કોન્સર્ટ ઘણી પોપ્યુલર છે. માર્ચ મહિનાથી ગ્રીસમાં લોકડાઉન હતું જ્યાં 4 મેથી છૂટછાટ આપી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  આર.એચ. કાપડીયા સ્કૂલ ની મનમાની, સ્ટેશનરી લેવા વાલીઓને દબાણ