અભિનેત્રી મૌની રોય વર્ષ 2022માં લગ્ન કરી રહી છે. લેટેસ્ટ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે મૌની રોયે આ મહિનાના અંતમાં લગ્ન કરવાનું પ્લાનિંગ પૂર્ણ કરી લીધું છે. ગોવામાં, મૌની રોય તેના પરિવાર અને નજીકના લોકો વચ્ચે લગ્ન કરશે. નાના પડદાની નાગિન એટલે કે અભિનેત્રી મૌની રોય 15 દિવસ પછી 27 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઈ રહી છે.
મૌની રોયે પોતાના અંગત સંબંધોને હંમેશા ગુપ્ત રાખ્યા છે. આવી સ્થિતિમાં મૌની રોય કોની સાથે અને ક્યારે લગ્ન કરશે તેની ચર્ચા તેના ચાહકોમાં શરૂ થઈ ગઈ છે. સમાચાર મુજબ, મૌની રોયે તેના લગ્નની તમામ તૈયારીઓ કરી લીધી છે.
વેન્યુથી લઈને મહેમાનો અને કોરોનાને ધ્યાનમાં રાખીને મૌની રોયે પોતાના લગ્નની તમામ તૈયારીઓ કરી લીધી છે. હાલમાં જ મૌની રોયના પિતરાઈ ભાઈએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મૌની રોય આ વર્ષે 2022માં લગ્ન કરશે. આ પહેલા મૌની રોય દુબઈમાં લગ્ન કરવા જઈ રહી હતી.