કેરળમાં નૈઋત્યના ચોમાસાએ દસ્તક દઇ દીધી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન કેરળ પહોંચી ગયું છે. IMDના ઉપ મહાનિર્દેશક આનંદ કુમાર શર્માએ કહ્યું કે આજે કેરળમાં ચોમાસાનું આગમન થયું. લો પ્રેશર સર્જાતા 3-4 તારીખની વચ્ચે દાદરા નગર હવેલી, નોર્થ કોંકણ, નોર્થ મધ્ય મહારાષ્ટ્ર, દીવ દમણમાં વરસાદ પડશે. અહીં લોકોએ સાવધાની રાખવી પડશે.

- Advertisement -

કેરળમાં ભારે વરસાદની વચ્ચે આઇએમડીએ રાજ્યના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કેરળના તિરૂવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપ્પુજા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આપને જણાવી દઇએ કે હવામાન વિભાગે શનિવારના રોજ પડેલા વરસાદને પ્રિ-મોનસૂન એક્ટિવિટી ગણાવી હતી. જ્યારે હવામાનની આગાહી કરતી ખાનગી વેધર એજન્સી સ્કાયમેટે દાવો કર્યો હતો કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કેરળના દરિયાકિનારે દસ્તક દઇ દીધી છે. ભારતીય હવામાન વિભાગે સ્કાયમેટના દાવાને નકારતા હાલ પરસ્થિતિઓ અનુકૂળ નથી તેવી જાહેરાત કરી હતી.

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્ર એ રવિવારે કહ્યું હતું કે હજુ સુધી ચોમાસું કેરળ પહોંચ્યું નથી. તેઓ નિયમિત રીતે નજર રાખી રહ્યા છે. 1 જૂનના રોજ કેરળમાં મોનસૂન દસ્તક દે તેવી ધારણા છે.

સૌથી પહેલાં કેરળમાં દસ્તક દે છે ચોમાસું!

જો ચોમાસું શરૂ થયું કે નહીં તેની ટેકનિકલ દલીલોને છોડી દઇએ તો કેરલમાં વરસાદ શરૂ થઇ ગયો છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનથી શરૂ તાય છે અને ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે છે. તેમજ 15 જુલાઇ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય છે. ત્યારે આ વર્ષે વહેલા વરસાદથી ખેડૂતો માટે સારા સંકેત છે. કારણ કે તેઓ ખરીફ પાકની વાવણી વહેલી કરી શકે છે. ગયા વર્ષે અંદમાન-નિકોબારમાં ચોમાસું નક્કી તારીખથી બે દિવસ પહેલાં 18મી મેના રોજ પહોંચી ગયું હતું પરંતુ ગતિ ધીમી પડતા કેરળમાં મોડું પહોંચ્યું હતું. જ્યારે આખા દેશમાં ચોમાસાની શરૂઆત 19 જુલાઇથી થઇ હતી. વિભાગના મતે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.

આ પણ વાંચો:-  કોરોનાના સૌથી મોટા સમાચાર, રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો, 125 પરિવાર ક્વારેન્ટાઇન