અંગત ડાયરી નાં 27/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

અંગત ડાયરી વોટ્સ્એપ ગૃપનાં એડમીન પેનલ પારુલ અમીત ‘પંખુડી’ , અમીત પટેલ ‘કૃષ્ણસાર’ તથા મનીષભાઈ શાહ’ફગણિયો ના સંયુક્ત ઉપક્રમે તા-/27/07/2020નાં સોમવાર ના રોજ માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં સર્જનનાં દિવસે નોધપાત્ર એવી રચનાઓ આવી ને સૌ મિત્રોએ ઉત્સાહથી કલમ ચલાવી..

- Advertisement -

આ ટાસ્કનાં નિર્ણાયક હતાં શ્રી કીર્તિ ઓઝા ‘ મૃદુશ ‘

માઈક્રોફીકશન એ સાહિત્યનો એક એવો સરસ મજાનો પ્રકાર છે જેમાં ઓછાં શબ્દોમાં ઉત્કૃષ્ટ ભાવ રજૂ થઈ જાય છે.વિગતવાર વર્ણન ના કરવાં છતાં બહું જ ઓછા શબ્દોમાં ચોટદાર સાર દર્શાવી જતો આ માઈક્રોફીકશનનાં પ્રકારે લખવું એ એક આગવી કલા છે.અંગત ડાયરી અનલોક-1નાં સર્જકોએ એકથી એક ચડિયાતી રચનાઓ લખી બતાવી ટોટલ 37 વાર્તાઓ આવી ..

ટૂંકી વાર્તામાં પણ પ્રશંસનીય સર્જન કરી બતાવતાં આપણાં સર્જકો સાચે જ ધન્યવાદને પાત્ર છે..આવો..એમની વિજેતા થયેલ કૃતિઓ માણીએ.

પ્રથમ ક્રમાંક વિજેતા: અવની શિવાંગ દવે, શિવે સ્વરી, વડોદરા.
શીર્ષક :- શું કિન્નર માં ના બની શકે?

આજે સપનાં ને નવું જીવન જીવવાનું કારણ મળ્યું, જ્યારે એક કચરા પેટી માંથી બાળકી નું રુદન સંભળાયું.
તેને તરત જ એ બાળકી ને ઉઠાવી છાતી સરસી દબાવી દીધી. બાળકી પર ચાલતી કીડી- જીવડાં હટાવી તરત દવાખાને લઈ ગઈ,
કેમકે બાળકી ની ” નાળ ” પણ કપાઈ ના હતી.
ડોકટરે તાત્કાલિક સારવાર આપી કેમકે બાળકી ને શ્વાસ લેવા માં તકલીફ પડી રહી હતી, સપનાં એ દવાખાના માં જરૂરી કાગળિયાં પર સહી કરી આપી.
અને સંબંધ ના ખાના માં ” બાળકી ની માં ” ના નામ થી સંબંધ જોડી લીધો.
દસ દિવસ બાળકી દવાખાનામાં રહી અગિયાર માં દિવસે રજા મળી એટલે સપનાં બાળકી ને પોતાના ઘરે એટલે કે

” કિન્નરો નાં ચોક ” (ઘર) માં લઈ ગઈ.
અરે ” સપનાં પણ તો એક કિન્નર હતી.”

ત્યાં બધાં બાળકી જોઈ બહું ખુશ હતાં,પણ સપનાં ને ના પાડવા લાગ્યાં કે આના સાચા માં – બાપ મળશે તો? તું અનાથ આશ્રમ માં મૂકી આવ. પણ, સપનાનાં માની અને
કાયદાકીય રીતે સપનાં એ દિકરી ની માં બની

આ પણ વાંચો:-  ગ્રીસમાં લોકડાઉન પછી અનેક સ્થાનિકોએ ‘ડ્રાઈવ-ઇન’ મ્યૂઝિક કોન્સર્ટની મજા માણી

સાથે ખૂબ ધામ ધૂમ થી નામકરણ ની વિધિ કરી ” ખુશી ” નામ આપ્યું બાળકી નું.
હવે તો બધાં ખુશી જોડે ખુશી ખુશી રમતા બધાં ખુશ હતાં,ખુશી પણ સપનાં ને બીજા કિન્નરો જોડે ખુશ હતી.
કિન્નરો કોઈ ના લગ્ન ,જન્મ ,કે કોઈ પણ શુભ પ્રસંગ માં જાય તો ખુશી પણ સપનાં જોડે જતી.
નાની હતી એટલે મજા આવતી, બધાં જોડે નાચે ખાય ને મજા કરે. સપનાં ખુશી ને બધી ખુશી મળે તેનું બરાબર ધ્યાન આપતી. મોંઘાં કપડાં, નવો મોબાઈલ, એક્ટિવા બધું આપતી ,ખૂબ લાડ – કોડ થી રાખતી.બીજા કિન્નરો ઘણી વાર સપનાં ને કહેતાં ” આમ આટલી છૂટ ના આપ” પણ સપનાં કહે ” તમે અમારા માં – દિકરી વચ્ચે ઝગડો ના કરાવો.”
હું મારી ખુશી ને બધી ખુશી આપવા માંગુ છું.

એક દિવસ ખુશી એના બોયફ્રેન્ડ રાજ જોડે સપનાં ને મળવા આવી. સપનાં એ બંને નું સ્વાગત કર્યું, ખુશી એ કહ્યું મારે રાજ જોડે લગ્ન કરવા છે, સપનાં એ ખુશી ની ખુશી માટે હા પાડી દીધી.
રાજ ને થોડી પૂછપરછ કરી,ક્યાં રહે છે?, ખાન દાન કોણ છે? વગેરે,…
બે દિવસ પછી બંને ના લગ્ન માટે પંડિત બોલાવી પંદર દિવસ પછી ની લગ્ન ની તારીખ કઢાવી.
સપનાં તો ખૂબ ખુશ હતી, બધાં કિન્નરો ને જોર જોર થી બૂમો પાડી ને કહેવા લાગી , ” ચાલો , હાલો મારી ખુશી ના લગ્ન ની તૈયારી કરવા માંડો, ખૂબ ધામ ધૂમ થી લગ્ન કરીશ હું મારી ખુશી ના….”સાથે બધાં કિન્નરો પણ કહેવા લાગ્યા હા, હા ખૂબ ધામ ધૂમ થી લગ્ન કરીશું,આપડી ખુશી ના.
ત્યાં જ ખુશી બોલી ….

‌” ના હું અહી લગ્ન નહીં કરું,તમે કોઈ પણ મારા લગ્ન માં ના આવતાં, તમે કિન્નર છો, હું તો નથી ને ,
‌હું અને રાજ બંને તમને કોઈ ને લગ્ન માં બોલવા નથી માંગતાં.
‌” તમે કોઈ આવશો તો રાજ ના ઘરવાળા ની શું આબરૂ રહેશે?મારી શું આબરૂ રહેશે? બધાં મને પણ કિન્નર કહી મજાક બનાવશે, તમે મારી માં થોડી છો? કે રાજ ને જમાઈ બનાવી બારણું શિકાવશો?”
‌બસ આપડા સંબંધ અહી થી પૂરાં હું રાજ જોડે જાવું છું, તમે લોકો એ મને સાચવી,મારા બધાં શોખ પૂરા કર્યાં તે બદલ આભાર ,હું થોડાં થોડાં સમયે રૂપિયા
‌ મોકલાવતી રહીશ.

આ પણ વાંચો:-  ઓય જિંદગી love you....

‌ત્યારે સપનાં ને જાણે પગ નીચે થી ધરતી ખસી ગઈ હોય, શરીર માં રક્ત વાહિનીઓ સુકાઈ ગઈ હોય એવું લાગતું હતું. પણ મક્કમ બની સપનાં પણ બોલી,
‌ ” ના ના પૈસા ના મોકલાવીશ ,અમે તો કિન્નર , લોકો ના શુભ પ્રસંગે નાચી,ઢોલ નગારાં વગાડી, તાળીઓ પાડીને ખુશી સાથે રૂપિયા મેળવી લઈએ છીએ. તું પણ એ જ રૂપિયા થી મોટી થઈ છે. અને આજે અમને એક કિન્નર કહી ને જઈ રહી છે?”
‌અમે પણ તારી ખુશી માં ખુશ છે, તારા લગ્ન માં આવી તાળીઓ પાડીને નાચી, ગાઈ ને તને આશીર્વાદ આપી જતાં રહીશું, એ જ તો અમારું કામ છે,બસ તારી પાસે થી રૂપિયા નહી લઈએ,” કેમકે એક માં થોડી પોતાની દીકરી ની ખુશી ઓને પૈસા થી તોલે?
‌બસ , હવે તમારું ભાષણ નથી સંભાળવું મારે.. એમ ગુસ્સા માં બોલી,
‌ ખુશી બાય કહી ને ચાલી ગઈ,અને સપનાં અને બીજા કિન્નરો ચોધાર આંશુ એ પ્રભુ ને પૂછતાં રહ્યાં કે
” શું એક કિન્નર માં ના બની શકે “?????.

અવની શિવાંગ દવે, શિવે સ્વરી, વડોદરા.

દ્વિતીય ક્રમાંક વિજેતા:દિપા સોની “સોનું”
“ઊલટી ગંગા”

કન્યા વિદાયની તૈયારી થઈ ગઈ હતી. મેરેજ હોલની બહાર ઊભેલી, શણગારેલી કાર તરફ અશ્વિનભાઈ સજળ આંખે જોઈ રહ્યા. લંડનથી પરણવા આવેલા વૈભવ સાથે તેમની દીકરી વિભાના આજે લગ્ન થયા હતા. નાનપણથી માં વગરની દીકરીને માં બનીને ઉછેરનારા અશ્વિનભાઈ આજે એકલા પડી ગયા હોય તેવું તેમને લાગતું હતું. આજે વિભાની વિદાય અને એક મહિના પછી તે કાયમ માટે લંડન ચાલી જશે. અશ્વિનભાઈની છાતીમાં ડુમાનો ભાર વધતો જતો હતો. તો પણ વિદાય તો કરવાની જ હતી… વૈભવ અને વિભાને કારમાં બેસાડયા પછી તેમના ગળામાંથી ‘આવજો’ કહેવા અવાજ પણ નીકળતો ન હતો.

આ પણ વાંચો:-  અંગત ડાયરી નાં 05/08/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

બીજા દિવસે સવારે વિભા વગરના ખાલી ઘરમાં બેઠાબેઠા તેને યાદ કરીને આંસુ સારી રહ્યા હતા, ત્યાં જ વૈભવ, વિભા અને વૈભવના પપ્પા રમેશભાઈ આવ્યા. અશ્વિનભાઈ કંઈક નવાઈથી, કંઈક ડરથી જોઈ રહ્યા, કંઈ બોલી ન શક્યા.‌

વૈભવના પપ્પા રમેશભાઈએ કહ્યું, “અશ્વિનભાઈ, તમે વિભાને વળાવી, હવે તે લંડન જશે પછી તમે સાવ એકલા થઈ જશો, પણ લંડન જવાને હજી મહિનાની વાર છે, ત્યાં સુધી વૈભવ અને વિભા તમારી સાથે રહેશે. લંડન જતા પહેલા જેટલો સમય તમારી સાથે રહી શકે તેટલો તમને આનંદ થશે…

…. આને અશ્વિનભાઈ સજળ આંખે વેવાઈ સામે જોઈ રહ્યા.

તૃતીય ક્રમાંક વિજેતા : રાઘવ વઢિયારી, ( રઘુ શિવાભાઈ રબારી રાધનપુર)
શીર્ષક : અભણ

ગામડામાં કાળમો દુકાળ છે. રાહતકામ ચાલી રહ્યું છે. ગામડાના લોકો તળાવ ખોદવા ત્રિકમ-પાવડા લઈ આવી રહ્યા છે.ગામના સરપંચ ધોતીનો છેડો હાથમાં લઈ ફડાકાબંધ કારકુનની સાથે ફરી ને ખાતાં મપાવી રહ્યા છે.

એક વિધવા સ્ત્રીની સાથે આઠ-દસ વર્ષનું બાળક સરપંચના રૂવાબથી પ્રભાવિત થઈ કાલીઘેલી ભાષામાં માને કહે છે “મા, હું પણ મોટો થઈ ખૂબ ભણીશને આવો મોટો સરપંચ બનીશ,” માના મુખ પર આનંદની રેખાઓ દેખાણી. કારકુનને કહ્યું, “સરપંચ સાહેબ આગળના ખાતા નંબર બોલો, હું માપું,”
સરપંચે પેલા બાળક સામે જોઈ કહ્યું ” લે બટા, વાંચજે કોનો નંબર છે.”

એહવાલ રિપોર્ટ પટેલ ‘કૃષ્ણ સાર’
[email protected]