અંગત ડાયરી નાં દ્વિતીય સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

The results of the microfiction as well as the story in the second week of the Angat diary

અંગત ડાયરી અનલોક-2 વોટ્સ્એપ ગૃપનાં એડમીન પેનલ પારુલ અમીત ‘પંખુડી’ , અમીત પટેલ ‘કૃષ્ણસાર’ તથા મનીષભાઈ શાહ’ફગણિયો ના સંયુક્ત ઉપક્રમે તા-/13/07/2020 નાં રોજ દ્વિતીય સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં સર્જનનાં દિવસે નોધપાત્ર એવી રચનાઓ આવી ને સૌ મિત્રોએ ઉત્સાહથી કલમ ચલાવી..આ ટાસ્કનાં નિર્ણાયક હતાં શ્રી મનીષ શાહ ‘ફાગણીયો’

- Advertisement -


માઈક્રોફીકશન એ સાહિત્યનો એક એવો સરસ મજાનો પ્રકાર છે જેમાં ઓછાં શબ્દોમાં ઉત્કૃષ્ટ ભાવ રજૂ થઈ જાય છે.વિગતવાર વર્ણન ના કરવાં છતાં બહું જ ઓછા શબ્દોમાં ચોટદાર સાર દર્શાવી જતો આ માઈક્રોફીકશનનાં પ્રકારે લખવું એ એક આગવી કલા છે.અંગત ડાયરી અનલોક-2 નાં સર્જકોએ એકથી એક ચડિયાતી રચનાઓ લખી બતાવી ટોટલ 34 વાર્તાઓ આવી ..ટૂંકી વાર્તામાં પણ પ્રશંસનીય સર્જન કરી બતાવતાં આપણાં સર્જકો સાચે જ ધન્યવાદને પાત્ર છે..આવો..એમની વિજેતા થયેલ કૃતિઓ માણીએ.

પ્રથમ વિજેતા ક્રમાંક

  • કૌશા જાની (કલ્પ) ,અમદાવાદ
  • શીર્ષક: સુંદરતાનું બીજું નામ સાદગી*

કવિતા એક સુખી સંપન્ન પરિવારની સંસ્કારી દીકરી… સાદગીભર્યો તેનો વ્યવહાર..જેના લગ્ન લેવાયાં હતાં સ્માર્ટ અને દેખાવડા વ્યક્તિ કોઈ મોટી કંપનીમાં ઉંચા હોદ્દા પર કામ કરતા મયુર સાથે.મયુર પણ ખાનદાની,સંસ્કારી અને ખૂબ શાલીન છોકરો હતો. બંનેના ઘરે લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલતી હતી.

દરમિયાન કવિતાના સાસુનો ફોન આવ્યો,અને કહ્યું કે તું તૈયાર રહેજે મયુર તને લેવા આવતો જ હશે આપણે તારી પસંદગીની ખરીદી કરવા જવાનું છે. કવિતા ફોનમાં વાત કરતી હતી એ દરમિયાન જ મયુર તેને લેવા તેના ઘરે આવી ગયો હતો પણ કવિતાને જાણ ન હતી. કવિતાએ ફોનમાં તેના સાસુને કહ્યું.., મમ્મીજી, તમે જે કઈ પણ મારા માટે પસંદ કરશો તે બધું મને વધારે પસંદ આવશે અને આમ પણ તમને ખ્યાલ છે કે મને સાદગી જ વધારે પસંદ છે ભારે વજનવાળા કે બહુ કીમતી કપડાં મને ઓછા પસંદ છે કેમકે એ આપણે વારંવાર નથી પહેરી શકતા અને ઘરેણાં બનાવવાના બદલે એ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવી આપજો કે જેથી જરૂર પડે કામ લાગે.. ખોટા ખર્ચા કરીને દેખાવ કરીને શું ફાયદો છે? સાદગીમાં જે સુંદરતા છે તેવી સુંદરતા ક્યાંય નથી….

આ પણ વાંચો:-  કોરોના વચ્ચે રાજકોટની સ્કૂલે વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા

આ શબ્દો તેને લેવા આવેલા મયુરે સાંભળ્યા અને એ કવિતાના સંસ્કાર અને સાદગી પર વારી ગયો. કવિતાએ ફોનમાં વાત પૂરી કરી અને જોયું તો મયુર તેની પાછળ ઊભો હતો તે શરમાઈ ગઈ,મયુરે તેનો હાથ પકડ્યો અને કહ્યું મારી કવિતાની આ સાદગી તો મારા દિલમાં વસી ગઈ..આ સાંભળી કવિતાની આંખો ઝૂકી ગઈ.

દ્વિતીય વિજેતા ક્રમાંક

  • શીર્ષક: માનસિકતા
  • મહેશ વાઘેલા. (સુરત,મોરા-હજીરા)

આખી શેરીમાં બૂમાબૂમ
થતી હતી.”આગ..આગ.કોઈ
બચાવો….અંદર મારો દિકરો ફસાયો છે…” એ જ સમયે એક નાની ચાલમાંથી એક યુવાન દોડતો એ બંગલામાં ઘુસી જઈને અંદર ફસાયેલા બાળકને ઉંચકીને બહાર લાવ્યો.
  બીજા દિવસે એ બંગલાની ઘરવખરીની સાફસફાઈ
કરીને ગંગાજળ છાંટીને પવિત્ર કરાયો..

તૃતીય વિજેતા ક્રમાંક:-

  • શીર્ષક : ક્વોરેન્ટાઇન સંબંધો
  • પ્રકૃતિ શાહ “પ્રીત” ,અમદાવાદ

પાંચેક વર્ષથી એ મા-બાપ અને નાના ભાઇથી અલગ રહેતો હતો. એના જડ અને શંકાશીલ સ્વભાવને કારણે આડોશી પાડોશી જોડે પણ કોઇ વ્યવહાર નહીં. તેની પત્ની તથા દીકરી પણ તે જ કારણે સૌથી અતડાં રહેતા. કોરોના મહામારીનો એના ઘરમાં પગપેસારો થયો, ઘરનાં ત્રણેય જણાને કોરોનાના હળવા લક્ષણો દેખાવાથી “હોમ ક્વોરેન્ટાઇન” થવું પડ્યું. રોજ માટે જરૂરી દૂધ અને શાકભાજી કેવી રીતે લાવવું એ મૂંઝવણ થઈ.

બીજા દિવસે સવારમાં એના ઘરનો બેલ વાગ્યો, ખોલીને જોયું તો ઘરની બહાર લટકાવેલી થેલીમાં દૂધ અને શાકભાજી તથા એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, કોઇ ચિંતા ન કરશો, અમે બધાં તમારી સાથે છે. આ વાંચીને તેની આંખો છલકાઈ ગઇ. પંદરથી વીસ દિવસ સુધી પાડોશીઓ તથા તેના માતા-પિતાના દ્વારા જરૂરી ચીજવસ્તુઓ આવતી રહી.
વર્ષોથી ક્વોરેન્ટાઇન થયેલા સંબંધો કોરોનાકાળમાં અનલૉક થઈ રહ્યા હતા.

અહેવાલ રિપોર્ટ અમિત પટેલ ‘કૃષ્ણ સાર’
[email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

આ પણ વાંચો:-  અંગત ડાયરી નાં 22/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.