અંગત ડાયરી નાં આજ ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

વોટ્સએપ ગૃપ અંગત ડાયરી’અનલોક 2′ નાં એડમીન પેનલ પારુલ અમીત’પંખુડી’, અમીત પટેલ ‘કૃષ્ણસાર’, અને મનીષ શાહ ‘ફાગણિયો’નાં સંયુક્ત ઉપક્રમે મંગળવારે તા :14/07/2020 બીજા સપ્તાહ અંતર્ગત કાવ્ય: ગીત, ગઝલ, અછાંદસ્, લઘુકાવ્ય સ્પર્ધા યોજાઈ. સ્પર્ધામાં કુલ 46 રચનાઓ આવી. જેના નિર્ણાયક શ્રી પારૂલબેન ગોહેલ હતાં

- Advertisement -

કાવ્ય,ગીત ,ગઝલ કે અછાંદસ ની કે અન્ય સ્વરૂપે રજૂ કરવાની કલા કસબી ને કવિ કહેવાય, ભર્યા ભીતર નો તરવરાટ શબ્દો ના માધ્યમે રજૂ કરવાની આવડત એક કવિ સૂપેરે જાણે છે,
આવી જ ઉન્માદ, પ્રેમાળ ને વિશિષ્ટ અભિવ્યક્તિઓ ધરાવતી કેટલી વિજેતા કૃતિઓ અહીં પ્રસ્તુત છે

પ્રથમ વિજેતા ક્રમાંક:- મીના માગરોલિયા.મીનુ, અમદાવાદ

શીર્ષક :- સૂરજદેવ

સૂરજદેવ ધીમા તપો,
સૂરજદેવ ધીમાં તપો.

આજનું આગમન તમારું
રુપેરી અશ્વો સાથે તિખારું
સોનલવરણાં કિરણ સાથે,
કેસરવરણા સાફા સાથે,
ખૂબ તપ્યા તમે સૂરજદેવ!
સૂરજ હવે ધીમા તપો….

વાસંતી વાયરાની વિદાય સાથે,
વૈશાખી વાયરે આગમન સાથે,
પશ્ચિમના પવન સાથે મહેકતા
હૂંફાળા મંદ વાયુ સાથે દહેકતા
ખૂબ તપ્યા તમે સૂરજદેવ!
સૂરજ હવે ધીમા તપો…..

ગ્રીષ્મના મધ્યાહ બહુ તપતા
પક્ષીઓના કલબલાટે જપતા
આંબા ડાળના હીંચકા સાથે
કોયલના મીઠા ટહુકા સાથે.
ખૂબ તપ્યા તમે સૂરજદેવ !
સૂરજ હવે ધીમા તપો.

રતૂમડાં સૂરજને રંગે રમવાનું
કાળઝાળ ગરમી માં ખપવાનું,
જાત ગીરવે મુકી અમે આપમાં
નથી જીવાતુ આ પરિતાપમાં,
હવે ખમૈયા કરો સૂરજદેવ !
સૂરજ હવે ધીમા તપો…..

પગલાં તેજસ્વી તપતા આપના
બાદબાકી ભાગાકાર કરે સપના
લાગણીઓની કરી છે ખૂબ મ્હેર
હવે સાંજ ગઈ આથમવા લ્હેર
હવે ઠંડા પડો સૂરજ દેવ!
સૂરજ હવે ધીમા તપો.

દ્વિતીય વિજેતા ક્રમાંક:- નીરજ મોહન

“કંઠસ્થ નાટક”

કંઠસ્થ હતું નાટક જીવનનું,
પરદો જ્યાં ખુલ્યો રંગમંચનો,
હળવું હળવું સ્મિત હતું હોઠે…!!!

ચેહરા સાથે વેશભૂષા પણ એની-એજ,
છતાંયે અકળ કિરદારો આવ્યા સામે…!!!

આ પણ વાંચો:-  રાજકોટમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ, આંકડો 97 પર પહોંચ્યો

પ્રેક્ષકોને આવી છે, મજા ભ’ઈ મજા…!!!
રૂદનભર્યા હૈયે, ડુમા સાથે ભજવ્યું નાટક…!!!

અંતે ફરિયાદ કરી પેલા ઘડવૈયાને,
કેમને કંડાર્યા આ અકળ કિરદારો???
લાગે છે તું પણ સ્નેહ, વિશ્વાસ, લાગણીને,
પ્રેમનું ટાંકણું ખો’ય બેઠો હશે સૌને ઘડવા…!!!

ક્રિષ્ન કહે…!!!હે ગાંડીવધારી અર્જુન…
મેઘધનુષી રંગોવાળા કિરદારો પણ હશે,
તારા જ માળાના સ્નેહી સ્વજન…!!!

તૃતીય વિજેતા ક્રમાંક:- નેહા પટેલ “નેહ” વલસાડ

શીર્ષક:દરિયા કાંઠે…

એક દિવસ દરિયા કાંઠે,
અમથી જ ઉદાસી ઓઢી ને જઈ ચઢી,
ને મને જોઈ મોજાં હીબકે ચઢ્યાં
મારા આંસુ રેતીમાં સરી જતાં પાણી માં ખર્યાં,
ત્યાં તો મોજાં એ ઉછાળો ભર્યો,
એક મોટી ચટ્ટાન સાથે અથડાઈ પડ્યું,
ને વેર વિખેર થઈ પરપોટા માં પલટાયું,
વળી પાછું હળવું મોજું બની ને ,
મારા ચરણો ને ચૂમી ગયું,
ને મારા મન ને અજવાળી ગયું,
કે ગમે તેટલી મોટી ઉદાસી હોય,
દૃઢ મનોબળ ની ચટ્ટાન એને પછાડી શકે,
રાત પછી સૂરજ ઊગે જ છે,
ને સુખ ના પરપોટા થી સમન્દર રચાય,
ને હું દોડી ગઈ એકીશ્વાસે દરિયા તરફ,
એ મોજાં ને ઉમળકા થી વધાવવા….

જ્યોતિ આચાર્ય, અમદાવાદ

શીર્ષક :- કાયા

કાયા તો આજ અને કાલ મારા વ્હાલા,
કાયા તો કુદરતનું ઝાડ.

ડાળીની જેમ એમાં ઊગે છે દિવસો,
ને ફૂલોની જેમ મ્હોરે રાત.

કાયા તો વસંતની વેલ મારા વ્હાલા,
કાયા તો જીવતરની વાડ.

ગુલશનની જેમ એમાં મહેકે સુવાસો,
જો જીવ્યાં જીવનની રૂડી ભાત.

કાયા તો શ્વાસનો સરવાળો મારા વ્હાલા,
કાયા તો કર્મોની આડ.

ઇચ્છાઓનું ધણ એમાં વસે રાતવાસો,
ને જ્યોતની જેમ જલે જાત.

કાયા તો આજ અને કાલ મારા વ્હાલા,
કાયા તો કુદરતનું ઝાડ.

એહવાલ રિપોર્ટ અમિત પટેલ ‘કૃષ્ણસાર’
[email protected]