Microsoft has officially announced that it is in talks to purchase TikTok

માઇક્રોસોફ્ટે સત્તાવાર રીતે એ વાતની જાહેરાત કરી છે કે તે વીડિયો-શેરીંગ પ્લેટફોર્મ ટિકટોકના અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ઓપરેશનને ખરીદવા માટે વાતચીત કરી રહી છે. માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વચ્ચે મુલાકાત બાદ જાહેરાત કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટે સોમવારે એક બ્લોગપોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે માઇક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકને ખરીદવા માટે આગળની વાતચીત કરવા માટે પુરી તૈયાર છે. 

- Advertisement -

કંપનીએ કહ્યું માઇક્રોસોફ્ટ રાષ્ટ્રપતિની ચિંતાઓના મહત્વને અમે સારીપેઠે સમજીએ છીએ. અમે સંપૂર્ણ સુરક્ષા રિવ્યૂ માટે ટિકટોકને અધિગ્રહિત કરવા અને અમેરિકાને આર્થિક લાભ ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. માઇક્રોસોફ્ટની માફક આ સત્તાવાર જાહેરાત તે રિપોર્ટ બાદ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ટિકટોકને તાત્કાલિક બેન કરવાની જાહેરાત બાદ માઇક્રોસોફ્ટે ચીની એપ ટિકટોકને ખરીદવાની વાતચીત પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકામાં 8 કરોડ ટિકટોકના 8 કરોડ મંથલી યૂઝર્સ છે. 

વોલસ્ટ્રીટ જનરલમાં પ્રકશિત રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટે કહ્યું કે ટિકટોકની મૂળ કંપની બાઇટડાન્સની સાથે તાત્કાલિક વાતચીતને આગળ વધારવામાં આવશે. આ વાતચીત થોડા અઠવાડિયામાં પુરી કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે તે કોઇપણ પરિસ્થિતિમાં આ સોદાને 15 સપ્ટેમ્બર 2020 સુધી પુરો કરશે. 

આ પણ વાંચો:-  પાટીલનું મિશન ઉત્તર ગુજરાત શરૂ, અંબાજી દર્શન કરીને પ્રવાસના શ્રીગણેશ કર્યા