મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં કોરોના સંકટે અર્થવ્યવસ્થાને ભાંગી નાખી છે. હવે પીએમ મોદીની અપીલ પર દેશની જનતા જો વિદેશી ઉત્પાદકોના સ્થાને લોકલ ઉત્પાદકોનો વધુ ઉપયોગ કરે છે અને તેના સારા પરિણામ આવે છે તો આ મોદી સરકાર 2.0ના પ્રથમ વર્ષની મોટી સિદ્ધિઓમાંથી એક ગણવામાં આવશે. 

- Advertisement -

નરેન્દ્ર મોદી સરકાર 2.0 આજે શનિવારે પોતાનું એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આમ તો મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના એક વર્ષમાં ઘણી સિદ્ધિ હાસિલ કરી લીધી છે. 

મોદી સરકારના ખાતામાં બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેડ 370ને સમાપ્ત કરવો, ત્રિપલ તલ્લાક વિરુદ્ધ કાયદો અને નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) બનાવવો સૌથી મોટી સિદ્ધિના રૂપમાં નોંધાયેલ છે. 

પીએમ મોદીના નેૃત્વમાં પ્રથમ પાંચ વર્ષોમાં સરકારે ગરીબ જનતાની જરૂરીયાતોને ધ્યાનમાં રાખતા નાના-મોટા ગ્રામીણ ક્ષેત્રો અને શહેરી ક્ષેત્રો માટે લગભગ સવાસો ગરીબ કલ્યાણ યોજનાને શરૂ કરી છે. જેનો સીધો ફાયદો ગ્રામીણ ક્ષેત્રો અને શહેરી ક્ષેત્રોમાં રહેનાર ગરીબ જનતાને મળ્યો છે. 

પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકારના પ્રથમ પાંચ વર્ષોમાં બે એવી તક પર આતંકવાદ વિરુદ્ધ પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા આતંકીઓ હુમલા બાદ પીઓકેમાં આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક અને જાન્યુઆરી, 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરીને મોટી સંખ્યામાં આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 

2019ની લોકસભા ચૂંટણીમાં ગરીબ કલ્યાણ યોજનાઓ, ભ્રષ્ટાચાર પર નિયંત્રણની સાથે-સાથે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક પણ મોટા મુદ્દા બન્યા હતા. જનતાએ એકવાર ફરી પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં (2014 કરતા 22 સીટ ધુ એટલે કે 303 સીટ પર જીત) બહુમત મળ્યો હતો. 

આ પણ વાંચો:-  અમદાવાદઃ ચિલોડામાં ઢાબામાં પાન-મસાલા વેચતા પોલીસે કરી એકની ધરપકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here