ભારતની અર્થવ્યવસ્થાને ટેકા રુપે જાહેર કરાયેલા કેન્દ્ર સરકરાના આર્થિક સુધારાને લઇને સંઘ પરિવાર અને સરકાર વચ્ચે મતભેદો

ભારતની અર્થવ્યવસ્થાને ટેકા રુપે જાહેર કરાયેલા કેન્દ્ર સરકરાના આર્થિક સુધારાને લઇને સંઘ પરિવાર અને સરકાર વચ્ચે મતભેદોનો ખુલાસો થયો છે. RSSના સંગઠન ભારતીય મજૂર સંઘ (BMS)એ નાણામંત્રી નિર્મલા સીતારમણના પબ્લિક સેક્ટર યૂનિટ્સ (PSUs)ના ખાનગીકરણ અને રોકાણની નિર્ણાયક જાહેરાત વિરુદ્ધ દેશભરમાં 10 જૂને વિરોધ પ્રદર્શનનુ એલાન કર્યુ છે.

- Advertisement -

ભારતીય મજૂર સંઘ મોદી સરકારના નિર્ણયથી રોષે ભરાયુ છે

ભારતીય મજૂર સંઘ મોદી સરકારના નિર્ણયથી રોષે ભરાયુ છે કારણ કે, સરકારે મજૂર સંગઠનો સાથે કોઇપણ ચર્ચા-વિચારણા કર્યા વગર જ PSUsનું ખાનગી કરણ અને રોકાણનો મહત્વનો નિર્ણય લઇ લીધો હતો. સંગઠનો મોદી સરકારની આ નીતિને મજૂર વિરોધી નીતિ ગણાવી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા જઇ રહ્યા છે.

સમગ્ર ભારતમાં 10 જૂનથી વિરોધ પ્રદર્શન અને ધરણા શરુ

ભારતીય મજૂર સંઘના ઝોનલ સેક્રેટરીએ મીડિયા સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપી હતી કે, તેઓ સમગ્ર ભારતમાં 10 જૂનથી વિરોધ પ્રદર્શન અને ધરણા શરુ કરીશુ. મોદી સરકાર સુધારના નામે મજૂરોના હિતો વિરુદ્ધ નિર્ણય લઇ રહી છે. આ રિફોર્મ પેકેજ દેશહિતથી વિરુદ્ધ છે. સરકાર સોનાના ઇંડા આપતી મરઘીને મારવા ઇચ્છી રહી છે. 

ભારતીય નેતાઓએ મોદી સરકાર વિરુદ્ધ Save Public Sector, Save India અભિયાન શરુ કરવાનો નિર્ણય લીધો છે. નફો કરતી કંપનીઓના વેચાણનો દેશભરમાં વિરોધ કરવામાં આવશે. 

10 મોટા કેન્દ્રીય મજૂર સંગઠનો પણ કેન્દ્ર સરકાર સામે પડવાની તૈયારી કરી રહ્યા છે

ભારતીય મજૂર સંઘની સાથે સાથે દેશના 10 મોટા કેન્દ્રીય મજૂર સંગઠનો પણ કેન્દ્ર સરકાર સામે પડવાની તૈયારી કરી રહ્યા છે. સીટૂના મહાસચિવનુ કહેવુ છે કે, મોદી સરકારે મજૂરો વિરુદ્ધ જંગ છેડી દીધી છે, 2015 પછી મોદી સરકારે મજૂર સંગઠનો સાથે વાત પણ નથી કરી. તેઓ જૂલાઇના પહેલા અઠવાડિયામાં મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શનની તૈયારીમાં લાગેલા છે. 

આ પણ વાંચો:-  અમદાવાદના વટવા-નારોલ પોલીસ સ્ટે. હેઠળના વિવિધ વિસ્તારોમાં 2023 સુધી અશાંત ધારો લાગુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.