વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ વધુ પર્યટકો સ્થળોનું નિર્માણ માટે તંત્ર દ્વારા કેવડિયાના વધુ 6 ગામડાની જમીનનું સંપાદન કરવામાં આવ્યુ હતું. જમીન સંપાદન બાદ તંત્ર દ્વારા જમીન પર તાર ફેન્સીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આદિવાસી ગામડાના અસરગ્રસ્ત લોકો તંત્રની આ કામગીરીનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલે આદિવાસીઓએ આંદોલન પણ શરૂ કર્યું છે. તાર ફેન્સીંગ આંદોલન દિનપ્રતિદિન આક્રમક બની રહ્યુ છે.

- Advertisement -

અસરગ્રસ્ત લોકોને ભાજપ અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો તેમજ સાંસદોનું સમર્થન મળી રહ્યું છે. આ ઉપરાંત અલગ-અલગ આદિવાસી સંગઠનો પણ કેવડિયાની આસપાસના 6 અસરગ્રસ્ત ગામડાના લોકોની પાસે આવ્યા છે. જોકે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ મામલે નિવેડો લાવવા માટે વિનંતી કરી હતી અને જ્યાં સુધી કોઈ નિરાકરણ આ આવે ત્યાં સુધી છ ગામની જમીન પર તાર ફેન્સીંગની કામગીરી બંધ કરવા માટે પણ વિનંતી કરી હતી.

ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને તીરથી નાખવાની ધમકી આપી હતી. તેથી તેઓએ ધમકી આપનારા ઈસમ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

રિપોર્ટ અનુસાર કેવડીયા આસપાસના ગામડાના અસરગ્રસ્ત લોકો તંત્ર દ્વારા કરવામાં આવતી તાર ફેન્સીંગ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. તેવા સમયે ભાજપના સાંસદ મનસુખ વસાવાને સાંજના સમયે કોઇ અજાણી વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે, તે વહેલી તકે બંધ થવુ જોઈએ, બાકી મજા નહીં આવે બિલકુલ. તમે કેમ આદિવાસીઓ સાથે જુલમ કરો છો?

આ ઉપરાંત ફોન કરનાર વ્યક્તિએ વધુમાં જણાવ્યું હતું કે, ગણપતભાઇ રબારી અને મનસુખ વસાવાને તીરથી વીંધી નાંખીશું અને પાળીયાથી ટુકડા કરી નાખીશું.

અજાણ્યા વ્યક્તિએ સાંસદને તીરથી નાખવાની ધમકી આપતા સાંસદ મનસુખ વસાવા તાત્કાલિક સમગ્ર મામલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાંસદ મનસુખ વસાવાની ફરિયાદ નોંધી ફોન કરનાર આ અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો:-  કપરાડા તાલુકાના માંડવા ગામ નજીક વીજ ટ્રાન્સફોર્મર ભરેલી ટ્રક પલટી ગયા બાદ આગ લાગી

ઉલ્લેખનિય છે કે, સાંસદ મનસુખ વસાવા ભાજપના સાંસદ હોવા છ્ત પણ તેઓ અવારનવાર આદિવાસીઓના પ્રશ્નોને લઈને સરકારની સામે પણ સવાલો ઉઠાવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો