કોરોના વાઈરસને વધુ ફેલાતો રોકવા માટે ઝઝૂમી રહેલા પોલીસ અધિકારી-કર્મચારીઓમાં આ મહામારીનો ચેપ ઝડપથી વધી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. માત્ર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 પોલીસ કોરોના પોઝિટિવ હોવાનું જણાતાં આ મહામારીની ચપેટમાં આવેલા પોલીસ અધિકારી-કર્મચારીઓની સંખ્યા 2416 પર પહોંચી છે અને અત્યાર સુધીમાં 27 જણે જીવ ગુમાવ્યા છે.

- Advertisement -

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 પોલીસ કર્મચારીને કોરોના થયો હોવાનું નોંધાયું છે. લગભગ એક હજાર પોલીસ કર્મચારી સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. પોલીસ દળમાં અત્યારે કોરોનાના 1421 ઍક્ટિવ કેસ છે, જેમાં 183 પોલીસ અધિકારી અને 1238 કોન્સ્ટેબલ રૅન્કના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ મહામારીને કારણે મુંબઈ પોલીસમાંથી 17 જણે જીવ ગુમાવ્યા છે. આ આખા અઠવાડિયા દરમિયાન રોજના 100 થી વધુ પોલીસ સંક્રમિત હોવાનું તબીબી તપાસમાં જણાઈ રહ્યું છે

આ પણ વાંચો:-  TikTok પર પ્રતિબંધથી લાખો લોકો થઈ જશે બેરોજગારઃ સંજય નિરૂપમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here