Gujarati News, <a href="https://news4gujarati.com/tag/news-in-gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with News in Gujarati">News in Gujarati</a> – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

Names of 20 TV actors revealed in drug controversy after Sanam-Abigail

કોરિયોગ્રાફર-એક્ટર સનમ જોહર તથા તેની પાર્ટનર અબીગેલ પાંડેની ડ્રગ્સ કેસમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ પૂછપરછ કરી હતી. ડ્રગ પેડલર કરમજીત તથા અનુજ કેશવાનીની પૂછપરછ બાદ આ બંનેના નામ સામે આવ્યા હતા. હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ જોવા મળ્યો હતો. આગામી દિવસમાં ટીવી ઈન્ડસ્ટ્રીના 20 જાણીતા નામો ડ્રગ્સ કેસમાં સામે આવશે, જેમાં A તથા B ગ્રેડના ટીવી કલાકારો સામેલ છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, ડ્રગ પેડલર કરમજીતે પૂછપરછમાં અનેક નામો આપ્યા છે, જેમાં 20 ટીવી સેલેબ્સ સામેલ છે.

દિવ્ય ભાસ્કરના સૂત્રોના મતે, ટીવી એક્ટ્રેસ સારા ખાનનું પણ નામ આમાં સામેલ છે. સારા છેલ્લાં 15 વર્ષથી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તેણે ટીવી શો તથા રિયાલિટી શોમાં કામ કર્યું છે. તેણે વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે. તે પોતાના અંગત જીવન તથા બોલ્ડનેસને કારણે જાણીતી છે. તે ઘણાં જ વિવાદોમાં આવી ચૂકી છે. સારા ખાનનો નિકટનો મિત્ર તથા એક્ટર અંગદ હસીજા પણ ડ્રગ્સ કેસમાં ફસાઈ શકે છે. આ બંનેના નામ અબીગેલની પૂછપરછમાં સામે આવ્યા છે.

દિવ્ય ભાસ્કરની વાતચીતમાં અંગદે ડ્રગ્સમાં પોતાની કોઈ સંડોવણી હોવાનો ઈનકાર કર્યો હતો. અંગદે કહ્યું હતું, ‘આ કેસમાં મારું નામ આવ્યું તે જાણીને મને આઘાત લાગ્યો છે. આ વાત કોઈ રીતે સાચી નથી અને મને કંઈ જ ખબર નથી. મને ખ્યાલ નથી. હવે તો દરેક લોકો ગમે તેમ બોલી રહ્યાં છે. જ્યાં દીપિકા પાદુકોણ અને અન્ય લોકોની વાત થતી હોય તો બની શકે કે હજી વધારે નામો લેવામાં આવે. જોકે, મારા નામ અંગે મને કોઈ આઈડિયા નથી. મારો કોઈ સંબંધ નથી.’

આ પણ વાંચો:-  અધા શર્મા

સારા ખાન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેણે અમારા ફોન કે મેસેજનો જવાબ આપ્યો નહોતો.

સૂત્રોના મતે, ઈન્ડસ્ટ્રીમાં ડાન્સર્સ તથા કોરિયોગ્રાફર્સમાં ડ્રગ્સ સામાન્ય વાત છે. તેઓ માત્ર ને માત્ર એનર્જી લેવલ જાળવી રાખવા માટે ડ્રગ્સ લેતા હોય છે. અનેક ડાન્સર્સ ડ્રગ્સ લે છે, જેથી તેઓ નોન સ્ટોપ અને થાક્યા વગર ડાન્સ કે પર્ફોર્મન્સ આપી શકે. અબીગેલ-સનમના નામ સામે આવ્યા બાદ અનેક જાણીતા કોરિયોગ્રાફર્સ ડરી ગયા છે.

ઉલ્લેખનીય છે કે અબીગેલ તથા સનમના જુહૂ સ્થિત ઘરમાં NCBએ દરોડા પાડ્યા હતા અને તેમને થોડી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. દિવ્ય ભાસ્કરે આ બંનેના ખાસ મિત્રો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે સવાલનો જવાબ ટાળી દીધા હતા.

અબીગેલની ખાસ મિત્ર આશ્કા ગોરડિયાએ વ્યસ્ત હોવાનું કહીને વાત કરી નહોતી તો બીજી તરફ મધુરિમા તુલીએ કહ્યું હતું કે તે હાલમાં કોઈ કમેન્ટ કરવા માગતી નથી. તે એટલું જ કહેશે કે સનમ-એબીગેલ વિશે વાંચીને શૉક લાગ્યો અને તેને વિશ્વાસ છે કે તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર આવશે. ઉલ્લેખનીય છે કે ‘નચ બલિયે 8’માં અબીગેલ-સનમ એક્ટ્રેસ મધુરિમા તુલીનાં કોરિયોગ્રાફર્સ હતાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -