મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન 30 જૂન સુધી લંબાવ્યું છે. અને તેને મિશન બિગન અગેન (Mission Begin Again)નું નામ આપ્યું છે. આ વખતે અનલૉક 1.0માં કેટલીક શરતો સાથે ઘણા વિસ્તારોમાં છૂટ આપવામાં આવી રહી છે. પહેલા ફેસની શરૂઆત 3 જૂનથી કરવામાં આવશે. જોકે, કંટેન્મેન્ટ ઝોનમાં કડકાઇથી લૉકડાઉન જળવાયેલું રહેશે, ફક્ત જરૂરિયાતની વસ્તુઓન આપૂર્તિની અનુમતિ હશે. આખા રાજ્યમાં રાત્રે કર્ફ્યૂ જળવાયેલું રહશે.

- Advertisement -

અનલૉક 1માં મળશે આ છૂટ, 3 તારીખથી મળશે આ છૂટ

લોકો જૉગિંગ, સાઇકલિંગ, રનિંગ કરી શકશે. આ માટે સરકારી સ્થળો જેમ કે ગ્રાઉંડ, ગાર્ડન, બીચ પર જવાની અનુમતિ હશે.

પ્લંબર, ઇલેક્ટ્રીશિયન, પેસ્ટ કન્ટ્રોલની પરવાનગી રહેશે.

ગેરેજ શરૂ કરવાની અનુમતિ આપવામાં આવશે.

સરકારી સંસ્થાઓ 15 ટકા કર્મચારીઓ સાથે કામ કરી શકશે.

બીજા ફેસની શરૂઆત 5 જૂનથી થશે

માર્કેટ વિસ્તાર, દુકાનોને ઑડ-ઇવન ડેમાં ખોલવાની પરવાનગી છે.

સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવું, અને જો તેનું પાલન નહીં થાય તો માર્કેટ બંધ કરી દેવામાં આવશે.

ટેક્સી, રિક્શા, કૅબને સીમિત પ્રવાસીઓ સાથે જવાની પરવાનગી આપવામાં આવશે.

ત્રીજા ફેસની શરૂઆત 8 જૂનથી કરવામાં આવશે

ખાનગી ઑફિસ 10 ટકા કર્મચારીઓ સાથે શરૂ કરી શકાશે.

જિલ્લાની અંદર પણ 50 ટકા પ્રવાસીઓ સાથે બસ ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે.

એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ નહીં ચાલે.

આ સેવાઓ રહેશે બંધ:

મૉલ શરૂ કરવાની પરવાનગી નથી.

સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓ, મેટ્રો, આંતરરાષ્ટ્રીય પ્રવાસ, પેસેન્જર ટ્રેન, સિનેમા હૉલ, જિમ, સ્વિમિંગ પૂલ ખોલવામાં નહીં આવે.

ધાર્મિક સંસ્થાઓ રહેશે બંધ

સ્કૂલ કૉલેજ રહેશે બંધ

પીયૂષ ગોયેલનો માન્યો આભાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ માન્યો રેલવે પ્રધાન પીયૂષ ગોયેલનો આભાર.

પરીક્ષાઓ વિશે કરી આ મહત્વની જાહેરાત

નોંધનીય છે કે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધન દરમિયાન વિદ્યાર્થીઓના જીવનને ધ્યાનમાં રાખીને જણાવ્યું કે તેમણે ગઈ કાલે પ્રિન્સીપાલ્સ સાથે વાત કરી હતી અને તે દરમિયાન તેમને ઉપાય મળ્યો કે વિદ્યાર્થીઓના આગળના ત્રણ સેમિસ્ટરના માર્કના સરેરાશ માર્ક આપી વિદ્યાર્થીને પાસ કરવામાં આવે અને આ વર્ષના છેલ્લા સત્રની પરીક્ષાઓ લેવામાં નહીં આવે. તેમજ ઑનલાઇન શિક્ષણ માટે શું કરી શકાય છે કેવી રીતે કરી શકાય છે તે અંગે ચર્ચા કરી.

આ પણ વાંચો:-  કંગનાની ઓફિસમાં તોડફોડ મામલે હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટળી

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં મહારાષ્ટ્રમાં હાલના કોરોના આંકડા રજૂ કર્યા. તેમાંથી કેટલા ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે તે વિશે પણ માહિતી આપી છે.