Saturday, August 9, 2025
ગુજરાત

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

\"\"

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૭.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૭ સામે ૮૧૫૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૮૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૩૮ સામે ૨૪૮૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૬૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૫ના અંતના ત્રિમાસિક પરિણામો પડાકરજનક પરિસ્થિતિ વચ્ચે સાધારણથી નબળા આવી રહ્યા હોવાની સામે ચોમાસાની સારી પ્રગતિ અને ટેરિફ મામલે પોઝિટીવ સંકેતે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર ૧૫% ટેરિફ સાથે ટ્રેડ ડિલ કર્યા બાદ હવે અન્ય દેશો સાથે પણ ૧૫% થી ૨૦%ની રેન્જમાં ટ્રેડ ડિલ કરવાની તૈયારીમાં હોવાના અને ભારત સાથે પણ પોઝિટીવ ટ્રેડ ડિલની શકયતાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

અમેરિકામાં આવનારા સમયમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવી શક્યતાને કારણે વૈશ્વિક શેરબજારોમાં સકારાત્મક ભાવનાનું માહોલ સર્જાયો હતો, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક પૂર્વે ભારત – અમેરિકા વેપાર કરાર અંગે અનિશ્ચિતતાને કારણે બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવવા ૫૦ દિવસના આપેલા સમયમાં ઘટાડો કરવાની આપેલી ચીમકી બાદ રશિયા પર વધુ સખતાઈ લાવવાના અમેરિકાના પ્રમુખના સંકેતે ક્રુડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, સર્વિસીસ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ઓઈલ એન્ડ ગેસ, બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરમાં ઘટાડો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૬૮ અને વધનારની સંખ્યા ૨૦૩૦ રહી હતી, ૧૬૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે લાર્સન લિ. ૪.૮૭%, સન ફાર્મા ૧.૪૧%, એનટીપીસી ૧.૨૬%, મારુતિ સુઝુકી ૧.૧૯%, ભારતી એરટેલ ૦.૮૭%, ટ્રેન્ટ લિ. ૦.૮૩%, એક્સિસ બેન્ક ૦.૬૩% મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૬૨% અને એશિયન પેઈન્ટ્સ ૦.૫૬% વધ્યા હતા, જ્યારે ટાતા મોટર્સ ૩.૪૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૮% ઈટર્નલ લિ. ૦.૯૩%, બજાજ ફિનસર્વ ૦.૭૩%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬૮% કોટક બેન્ક ૦.૬૭%, રિલાયન્સ ૦.૫૭%, બીઈએલ ૦.૫૦% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૧% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૩૮ લાખ કરોડ વધીને ૪૫૨.૨૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ઇક્વિટી બજારમાં વધેલી અસ્થિરતાને કારણે ઇક્વિટી સ્કીમોનું આકર્ષણ મહદ અંશે ઘટી રહ્યું છે. તેના કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડો સાથે નવા રોકાણકારોના જોડાણની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં યુનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં માત્ર ૫.૨% નો વધારો થયો હતો, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં તેમાં લગભગ ૧૨%નો વધારો થયો હતો. રોકાણકારોના જોડાણની ગતિ મોટાભાગે શેરબજારના પ્રદર્શન સાથે સંબંધિત છે. સપ્ટેમ્બર ૨૦૨૪ પછીના તીવ્ર ઘટાડાએ શેરબજારનું સેન્ટીમેન્ટ નબળું પાડતા આ વર્ષે રોકાણકારોના જોડાણમાં ઘટાડો થયો છે.

ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) પણ નવા રોકાણકારો ઉમેરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ આ સેગમેન્ટમાં પણ મંદી જોવા મળી છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડોએ ૨૫ એક્ટિવ ઇક્વિટી સ્કીમો શરૂ કરી છે, જે ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૩૦ હતી. એનએફઓ કલેક્શન આ સમયગાળામાં રૂ.૩૭,૮૮૫ કરોડથી ઘટીને રૂ.૧૦,૬૯૦ કરોડ થયું છે. મંદીના કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઘટાડો થયો છે અને નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે, તેમ છતાં હાલના રિટેલ રોકાણકારોની ભાગીદારી મજબૂત રહી છે અને આગામી સમયમાં મજબૂતી અકબંધ રહેશે તેવી બજાર નિષ્ણાંતોને અપેક્ષા છે.

તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૩૦.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૬૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૦૯ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૨ ) :- રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૭ થી રૂ.૧૪૩૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૧૮ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૧૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૮૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ઓરબિંદો ફાર્મા ( ૧૧૫૬ ) :- રૂ.૧૧૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૧૮ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • એક્સીસ બેન્ક ( ૧૦૭૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૦ થી રૂ.૧૧૦૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • અદાણી ગ્રીન ( ૧૦૦૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૨૩ થી ૧૦૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ઈન્ફોસીસ લિ. ( ૧૫૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૭૯ ) :- રૂ.૧૫૦૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૧૭ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૫૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • અદાણી પોર્ટ્સ ( ૧૩૯૬ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૩૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ભારત ફોર્જ ( ૧૧૮૬ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૩૨ ) :- રૂ.૧૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in