ઉદ્ધવ ઠાકરેએ ડુઝ અને ડોન્ટ્સની યાદી શેર કરી

મહારાષ્ટ્રનાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી આ કરવું અને આ ન કરવુંની યાદી શેર કરી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરાઇ છે. વાવાઝોડું રાયગઢનાં અલીબાગમાં ટકરાવાનું છે અને મુંબઇ, પાલઘર અને થાણે જિલ્લા પર અસર થવાની છે

- Advertisement -

અજિત પવારે દરિયા કાંઠે રહેનારાઓને ઘરમાં રહેવા વિનંતી કરી.

મહારાષ્ટ્રનાં ઉપ મુખ્યમંત્રી અજિત પવારે બુધવારે લોકોને અરજ કરી હતી કે સૌએ ઘરમાં રહેવું અ નિસર્ગથી પોતાની જાતને સલામત રાખવી.

પાલઘરનાં કાંઠેથી બધી ફિશીંગ બોટ્સ પાછી ફરી

બધી હોડીઓ જે માછીમારી માટે વપરાય છે અને પાલઘરનાં દરિયા કાંઠે નાંગરેલી હોય છે અને ત્યાંથી દરિયામાં મધ્યે જતી હોય છે તે બધી જ નિસર્ગને કારણે પાછી ફરી છે. અધિકારીએ કહ્યું કે લગભગ 577 ફિશિંગ બોટ્સ સોમવારે દરિયામાં ગઇ હતી અને સાંજ સુધીમાં 564 પાછી ફરી હતી.

સાયક્લોન નિસર્ગ આજે બપોરે 1.00 વાગ્યાથી 4.00 વાગ્યાની વચ્ચે મહારાષ્ટ્રનાં કાંઠે અથડાશે

ઇન્ડિયન મિટીરિયોલૉજિકલ ડિપાર્ટમેન્ટનાં ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રએ જણાવ્યું હતું કે આ વાવાઝોડું 100-120 કિલોમિટરની ઝડપે ફુંકાઇ રહ્યું છે, જે બપોર સુધીમાં મહારાષ્ટ્રનાં રાયગઢ, થાણે અને મુંબઇ જિલ્લાઓમાં ટકરાશે.

મુંબઇ નિસર્ગ સાઇક્લોન સામે લડત આપવા સાબદું થઇ રહ્યું છે.

BCMએ આપ્યા નિસર્ગનાં હુમલા દરમિયાનનાં ડુઝ અને ડોન્ટ્સ

BCM એ લોકોને ઘરમાં જ રહેવાની અરજ કરી છે અને હાઇ એલર્ટ પણ જાહેર કર્યો છે. મુંબઇ સિવિક બૉડીએ ચેતવણી અને સાવચેતીનાં પગલાં પણ જાહેર કર્યા.

પ્રિયંકા ચોપરા જોનાસે પોતાના ટ્વિટર પરથી શેર કરી હતી આ વાત

પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં આ વર્ષ જાણે ક્યાંય અટકવા ન માગતું હોય તેવું રેલેન્ટલેસ લાગે છે તેમ કહ્યું હતું. કઇ રીતે વાવાઝોડાને કારણે તેના હોમ સિટીનાં 20 મિલિયન લોકો જેમાં તેની માતા અને ભાઇ પણ છે તેની તેણે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો:-  મીરા રોડમાં એક કલાકમાં બે વ્યક્તિએ લાખોના દાગીના ગુમાવ્યા

IMD વિભાગ અનુસાર બપોરથી મોડી સાંજ સુધી નિસર્ગની અસર મુંબઇ પર રહેશે અને ગુરૂવારની બપોર સુધી તેનો પ્રભાવ વર્તાશે અને માટે મુંબઇ પોલીસે શહેરમાં 144ની કલમ લાગુ કરી દીધી છે જેથી લોકો અનિવાર્ય સંજોગો હોય તો જ બહાર નિકળે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો