કોરોનાની હાલની સ્થિતિ અને ભવિષ્યની અનિશ્ચિત સ્થિતિને જોતા અંતે રાજ્ય સરકારે સ્કૂલોમાં વેકેશન ન લંબાવાવનો નિર્ણય કર્યો છે

કોરોનાની હાલની સ્થિતિ અને ભવિષ્યની અનિશ્ચિત સ્થિતિને જોતા અંતે રાજ્ય સરકારે સ્કૂલોમાં વેકેશન ન લંબાવાવનો નિર્ણય કર્યો છે. 8મી જુનથી રાબેતા મુજબ નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થશે અને 8મી જુનથી રાબેતા મુજબ સ્કૂલો પણ શરૂ થશે પરંતુ વિદ્યાર્થીઓને નહી બોલાવાય એટલે કે ક્લાસરૂમ એજ્યુકેશન નહી થાય. પ્રથમ સત્રની શરૂઆત સંપર્ણપણે હોમ ઈલર્નિંગ એટલેકે ઘરબેઠા અભ્યાસથી જ થશે.

અનલોક-1 હેઠળ રાજ્ય સરકાર નવુ શૈક્ષણિક સત્ર રાબેતામુજબ શરૂ કરવા જઈ રહી છેવિદ્યાર્થીઓ વિના શરૂ થશે સ્કૂલ

કેન્દ્ર સરકારે સ્કૂલો-કોલેજો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડયો છે ત્યારે અનલોક-1 હેઠળ રાજ્ય સરકાર નવુ શૈક્ષણિક સત્ર રાબેતામુજબ શરૂ કરવા જઈ રહી છે. કોલેજો જ્યાં 21 જુનથી વિદ્યાર્થીઓ વગર શરૂ થનાર છે ત્યાં હવે 8મી જુનથી સ્કૂલો પણ વિદ્યાર્થીઓ વગર શરૂ થનાર છે.

છેલ્લા બે દિવસથી શિક્ષણ વિભાગની બેઠકો ચાલી રહી છે

રાજ્યની સ્કૂલોમાં વેકેશનને લઈને છેલ્લા બે દિવસથી શિક્ષણ વિભાગની બેઠકો ચાલી રહી છે અને જેમાં અગાઉ અધિકારીઓ સાથે બેઠક બાદ શિક્ષણમંત્રીએ આજે રાજ્યના તમામ શૈક્ષણિક મંડળો સાથે બેઠક કરી હતી.જો કે આ બેઠકમાં જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ છે તેવા અમદાવાદના જ શિક્ષણ મંડળોને બોલાવવામા આવ્યા ન હતા.જેથી તેને લઈને મંડળોમાં રોષ છે. મંડળો સાથેની બેઠક બાદ સરકારે 8મી જુનથી રાબેતા મુજબ નવુ શૈક્ષણિક વર્ષ 2020-21 શરૂ કરી દેવાનું જાહેર કર્યુ છે.

15મી જૂનથી હોમ ઈ-લર્નિંગ બાબતે વિધિવત ઠરાવ પણ કરી દીધો

સરકારે આજે સ્કૂલો શરૂ કરવા અને હોમ ઈ-લર્નિંગ બાબતે વિધિવત ઠરાવ પણ કરી દીધો છે. જે મુજબ 15મી જુનથી સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો ઉપરાંત ડીડી ગિરનાર ચેનલ પર શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થશે.આ માટે જીસીઈઆરટી અને ગુજરાત બોર્ડ દ્વારા કાર્યક્રમ જાહેર કરાશે.

આ પણ વાંચો:-  કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે, વસંતનગર ટાઉનશિપની લીધી મુલાકાત

8મી જુનથી પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી-ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં નવુ સત્ર શરૂ થઈ જશે અને 8મી જુનથી સરકારી-કોર્પોરેશન સ્કૂલો માટે પાઠય પુસ્તકનું વિતરણ કરાશે.સ્કૂલોને 13મી જુન સુધીમાં વિદ્યાર્થીઓને મફત પાઠય પુસ્તકોનુ વિતરણ કરી દેવા સૂચના અપાઈ છે.

8મી જુનથી ધો.1 અને ધો.9માં નવા પ્રવેશ માટે કાર્યાવાહી શરૂ થશે

જ્યારે 8મી જુનથી ધો.1 અને ધો.9માં નવા પ્રવેશ માટે કાર્યાવાહી શરૂ થશે અને ડાયસ પર નવા પ્રવેશની નોંધણી પ્રક્રિયા શરૂ થશે.સરકારના ઠરાવમા જણાવ્યા મુજબ30 જુન સુધી વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનુ નથી પરંતુ જુલાઈમાં પણ ક્લાસરૂમ એજ્યુકેશન કયારે શરૂ થશે તે નક્કી નથી. જો કે આચાર્ય,શિક્ષકો સહિતના તમામ સ્ટાફને 8મી જુનથી રાબેતામુજબ હાજર રહેવા આદેશ કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.