ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં આશરે 1 કરોડ બેરલ પ્રતિદિનના કાપને જુલાઈના અંત સુધી એક મહિના માટે હજુ વધુ વધારી દીધુ

પેટ્રોલિયમ નિર્યાતક દેશોના સંગઠન (OPEC) અને તેની સાથે સંલગ્ન દેશોએ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં આશરે 1 કરોડ બેરલ પ્રતિદિનના કાપને જુલાઈના અંત સુધી એક મહિના માટે હજુ વધુ વધારી દીધુ છે. આ પગલું કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને બજારમાં સ્થિરતા લાવવાની આશામાં ઉઠાવવામાં આવ્યું છે. OPECએ સંબદ્ધ દેશો અને રશિયાની આગેવાનીમાં તેની બહારના દેશોની શનિવારે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ પગલાનો ઉદ્દેશ્ય વધારે પડતા ઉત્પાદનને ઓછું કરવું, કિંમતોમાં આવી રહેલા ઘટાડાને રોકવાનું છે.

- Advertisement -

ક્રૂડ ઓઈલના બજારમાં જોખમ કાયમ

વૈશ્વિક સ્તર પર વિમાન સેવાઓ આ મહામારીના કારણે હજુ પણ લગભગ ઠપ્પ છે, જેનાથી ક્રૂડ ઓઈલની માગ પ્રભાવિત થઈ છે. ઉત્પાદનમાં કુલ કાપ વૈશ્વિક સ્તર પર આપૂર્તિના આશરે 10 ટકા છે. જોકે, ઘણા દેશોએ લોકડાઉનમાં હવે ઢીલ આપી છે, પરંતુ ક્રૂડ ઓઈલના બજારમાં જોખમ કાયમ છે. OPECના અધ્યક્ષ તેમજ અલ્જીરિયાના પેટ્રોલિયમ મંત્રી મોહમ્મદ અરબકે કહ્યું કે, આ દિશામાં આજની તારીખ સુધી પ્રગતિ છતા અમે હાલ પોતાના પ્રયાસોમાં ઢીલ ના આપી શકીએ. સાઉદી અરબના પેટ્રોલિયમ મંત્રી અબ્દુલઅઝીઝ બિન સલમાને પણ આ વાતનું સમર્થન કરતા કહ્યું કે, આજે અમે જ્યાં પહોંચ્યા છીએ, તેને માટે તમામે પ્રયાસ કર્યો છે. સલમાને કહ્યું કે, એપ્રિલમાં જે દિવસે અમેરિકાનો તેલ વાયદો શૂન્યની નીચે આવ્યો હતો, તો તેમને ખૂબ જ ઝટકો લાગ્યો હતો.

જ્યારથી આ દેશોએ ઉત્પાદનમાં કાપ કર્યો છે, ત્યારથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી આવી

OPEC અને તેની સાથે સંબદ્ધ દેશોના આ નિર્ણયથી ભારતમાં આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં તેજી આવી શકે છે. જ્યારથી આ દેશોએ ઉત્પાદનમાં કાપ કર્યો છે, ત્યારથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી આવી છે. છેલ્લાં બે મહિનાની અંદર ક્રૂડ ઓઈલના ભાવ આશરે બે ગણા થઈ ગયા છે. જણાવી દઈએ કે, લોકડાઉનના કારણે એપ્રિલ મહિનામાં ડિમાન્ડમાં ભારે ઘટાડો આવ્યો છે અને ઉત્પાદનમાં તેજીને પગલે ક્રૂડ ઓઈલના ભાવ 20 ડૉલર સુધી પહોંચી ગયા હતા. તે સમયે OPEC પ્લસ દેશોએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી હતી કે, મે અને જુન મહિનામાં તે દરરોજ 9.7 લાખ બેરલ તેલનું ઓછું ઉત્પાદન કરશે. ઉત્પાદનમાં કાપ બાદ ધીમે-ધીમે કિંમતોમાં ઉછાળો આવવા માંડ્યો અને હાલ તે ત્રણ મહિનાના ઉચ્ચતમ સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ પણ વાંચો:-  ડોમેસ્ટિક ફલાઇટ્સ પછી ચાર્ટર્ડ ફ્લાઇટ્સને પણ અપાઈ મંજુરી,સરકારે જાહેર કરી ગાઇડ લાઇન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.