Gujarati News, News in Gujarati – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - News4 Gujarati

People forget and get ready to enjoy Kutch Ranotsav

જેના કારણે કચ્છ આજે વિશ્વ વિખ્યાત બન્યું એવું ધોરડો રણોત્સવ (kutch rann utsav) ટેન્ટસિટી આ વર્ષે કોરોનાકાળમાં ખૂલશે કે નહિ તે મોટો પ્રશ્ન છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, 12 નવેમ્બરના રોજથી રણોત્સવ શરૂ થાય તે પહેલાથી જ ટેન્ટ સિટીમાં 700 ટેન્ટ બૂક થઈ ગયા છે. જેથી જોઈ શકાય છે કે લોકો (Coronavirus) ને ભૂલીને રણોત્સવને માણવા માટે તૈયાર છે.  

- Advertisement -

ધોરડો ખાતેના સફેદ મીઠાના રણ વચ્ચે દર વર્ષે યોજાતો રણોત્સવ યોજાય છે. જોકે, આ વર્ષે મહામારીને કારણે તકેદારીના ભાગરૂપે યોજાય તેવી શક્યતા ઓછી છે. કારણ કે બધા જ તહેવાર-ઉજવણીના કાર્યક્રમો રદ થયા છે. ત્યારે રણોત્સવ પર પણ પ્રતિબંધ લાગશે તેવી શક્યતા છે. પરંતુ પ્રવાસીઓને શ્વેત રણ નિહાળવા ઉતારાની જરૂર હશે તો તંબુ નગરી ઊભી થશે તેવું પ્રવાસન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે. આગામી નવેમ્બરથી કચ્છનો રણોત્સવ ઊજવાશે કે નહીં આ બાબતે હજુ ધોરડો તથા આસપાસના લોકો, રિસોર્ટ માલિકોને પણ ખબર નથી. પરંતુ કચ્છના ધોરડો સ્થિત ટેન્ટસિટી જરૂર શરૂ થશે. એ પણ તમામ સામે લડવાની તકેદારી સાથે સાવચેતીઓ સાથે, કચ્છ ના હાલ નાના મોટા ગૃહ ઉદ્યોગો સીધા જ બહારથી આવતા પ્રવાસીઓથી થતી આવક સાથે સંકળાયેલા છે. કચ્છનું આ ટેન્ટ સિટી શરૂ થતાં પ્રવાસીઓ આવવાની શરૂઆત થશે. જેના કારણે કચ્છના સ્થાનિકોને મોટો ફાયદો થશે.

ટેન્ટ સિટીના પીઆરઓ અમિત ગુપ્તા જણાવે છે કે, કાળમાં લોકડાઉન, અને ત્યાર બાદના અનલોકમાં જ્યારે અનેક ઉદ્યોગો સાથે પ્રવાસન ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો તેની વચ્ચે કચ્છમાં એક સારી આશાની કિરણ જાગી છે. માત્ર પ્રવાસન ઉદ્યોગ જ નહિ, પણ ધોરડો સહિત કચ્છભરમાં નાના મોટા વેપાર કરતા લોકો માટે પણ સારા સમાચાર એ છે કે, કચ્છનું ટેન્ટ સિટી ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે. જેના થકી પ્રવાસીઓ આવશે અને કચ્છના મંદી ભરેલા બજારોમાં તેજી લાવશે.

આ પણ વાંચો:-  કોરોનાના કહેર વચ્ચે રત્નકલાકારો બેહાલ, 70 રત્નકલાકારોનો પગાર બાકી

કચ્છના ધોરડો રણમાં ટેન્ટસિટી 12 નવેમ્બર શરૂ થશે. જેના માટે બુકિંગ શરૂ કરી દેવાયું છે. ધોરડો ટેન્ટસિટી ઊભી કરવાનો એક ખાનગી પેઢીને કોન્ટ્રાકટ અપાયેલો છે. એ એક હોટલ વ્યવસાય હોવાથી ટેન્ટ સિટી ઊભી કરી શકે છે. કોવિડ-19ના નિયમો પ્રમાણે હોટલોને હવે છૂટછાટ છે એટલે ટેન્ટ પણ આ નિયમો તળે ઊભા કરીને પ્રવાસીઓને એક ખાનગી એજન્સી પોતાની વ્યક્તિગત સગવડો આપશે. હાલ વાયરસને લઈને તમામ પ્રકારે પ્રવાસીઓ પર કોઈ જોખમ ઉભું ન થાય તે પ્રકારે ચાલુ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે તેવું ટેન્ટ સિટીના પ્રવક્તા અમિત ગુપ્તા જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -