પૂજ્ય મોરારિ બાપુ દ્વારા ઓનલાઈન રામકથા ‘માનસ ગુરુવંદના’નો શનિવારથી પ્રારંભ થયો છે

પૂજ્ય મોરારિ બાપુ દ્વારા ઓનલાઈન રામકથા ‘માનસ ગુરુવંદના’નો શનિવારથી પ્રારંભ થયો છે. કોરોના વાયરસમાં ગુજરાત સહિત દેશ અને સમગ્ર દુનિયામાં નિર્વાણ પામનારા લોકોનાં તથા જીવના જોખમે સેવામાં લાગેલા કોરોના વોરિયર્સનાં સ્મરણમાં 844મી રામકથાનો પ્રારંભ પૂજ્ય મોરારિ બાપુએ કર્યો છે. યજમાન, શ્રોતા વગરની અનોખી ઓનલાઈન રામકથાનો પૂર્ણ પરમાર્થ સાથે પૂજ્ય મોરારિ બાપુએ તલગારડા ખાતેના ત્રિભુવન વડ ખાતેથી ભાવવાહી શૈલીથી પ્રારંભ કર્યો છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે 14મી જૂન સુધી સવારના 9:30 -12:00  સુધી આ રામકથા શ્રોતાઓને આસ્થા ચેનલ પરથી તેમજ સંગીતની દુનિયા અને ચિત્રકુટધામ તલગાજરડાના યુ ટ્યૂબનાં માધ્યમથી રામકથા લાઈવ માણવા-સાંભળવા મળશે.

ખુશ રહો બાપ! બધી વિષમ પરિસ્થિતિને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકાર કરો.

પૂજ્ય મોરારિ બાપુએ જણાવ્યું કે ખુશ રહો બાપ! બધી વિષમ પરિસ્થિતિને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકાર કરો. દેશ-દુનિયામાં જ્યારે કોરોના વાયરસને પગલે ગંભીર સ્થિતિ જન્મી છે. ચિંતા-ભયનું વાતાવરણ છવાયેલું છે ત્યારે મને ગુરુ-પ્રેરણા પ્રાપ્ત થઈ છે કે હું કોરોનામાં નિર્વાણ પામનારા લોકો માટે તથા જીવનાં જોખમે કાર્યરત્ કોરોના વોરિયર્સ-સેવાકર્મીઓનાં સ્મરણમાં આ રામકથાનો સંવાદ શરૂ કરું. હું હનુમાનજીને પ્રાર્થના કરું છું કે હવે સૌ સુરક્ષિત રહે, ભગવાન સૌના ઉત્સાહમાં વધારો કરે અને સ્થિતિ સામાન્ય બને તથા સૌ તંદુરસ્ત રહે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  પાકિસ્તાનમાં શિવરાત્રિ માટે 200 વર્ષ જૂનું મંદિર ખોલવામાં આવ્યું, કટાસરાજમાં પણ તૈયારીઓ શરૂ થઇ ગઇ