ટાલ હોય એવા લોકોને કોરોના વાયરસથી વધારે ખતરો હોય શકે છે અને તેમના મોતની આશંકા વધી શકે છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, ટાલ હોય એવા લોકોને કોરોના વાયરસથી વધારે ખતરો હોય શકે છે અને તેમના મોતની આશંકા વધી શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, વાળ ખરવા પાછળ એન્ડ્રોજન હાર્મોન જવાબદાર હોય છે. કોરોના વાયરસના સૌથી ખરાબ મામલામાં આ હાર્મોન સાથેનો સંબંધ જોવા મળ્યો છે.

- Advertisement -

ડેલી મેલની રિપોર્ટ અનુસાર, અમેરિકાની બ્રાઉન યૂનિવર્સિટીના પ્રોફેસર અને રિસર્ચના પ્રમુખ લેખક કાર્લોસ વૈમ્બિયરે બ્રિટિશ ટેલિગ્રાફને કહ્યું છે કે, આપણે વાસ્તવમાં એવું સમજીએ છીએ કે માથા પર વાળ ન હોય તે કોરોનાના ગંભીર ખતરાનો સંકેત આપી શકે છે. આ પહેલા ઘણાં આંકડાથી એ જાણ થઈ હતી કે કોરોનાથી બીમાર થનારા પુરુષોની મોતની આશંકા મહિલાઓની સરખામણીમાં વધારે હોઈ શકે છે.

એન્ડ્રોજન શરીરમાં વાયરસની એન્ટ્રી માટે ગેટવે નું કામ કરે છે

પ્રોફેસર વેમ્બિયરે કહ્યું કે, અમને લાગે છે કે એન્ડ્રોજન શરીરમાં વાયરસની એન્ટ્રી માટે ગેટવે નું કામ કરે છે. તેમણે સ્પેનમાં આ વાતને લઈ બે સ્ટડી કરી છે. બંને સ્ટડીમાં એ તારણ મળ્યું કે, હોસ્પિટલમાં દાખલ થનારા કોરોના પીડિતોમાં ટાલ હોય એવા વ્યક્તિનની માત્રા વધારે છે.

122 દર્દીઓ પર કરવામાં આવેલી સ્ટડીમાં જોવા મળ્યું

સ્પેનના મેડ્રિડની ત્રણ હોસ્પિટલોમાં દાખલ 122 દર્દીઓ પર કરવામાં આવેલી સ્ટડીમાં જોવા મળ્યું કે કોરોના પોઝિટિવ સામે આવેલા 79 ટકા દર્દીના માથા પર વાળ ઓછા હતા. આ સ્ટડીને American Academy of Dermatology જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

સ્પેનની જ અન્ય એક સ્ટડીમાં જોવા મળ્યું કે કોરોનાના 41 દર્દીઓમાંથી 71 ટકા એવા હતા જેમના માથા પર વાળ નહોતા. આ સ્ટડીથી ક્લિઅર થાય છે કે ટાલ હોય એવા વ્યક્તિઓને કોરોના વાયરસ બીમારીથી બચવાની વધારે જરૂર છે અને સર્તક રહેવાની જરૂર છે.

આ પણ વાંચો:-  નેપાળના થોરીમાં રામના જન્મના પુરાવા આપવા ખોદકામ કરવામાં આવશે

વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 68 લાખ 50 હજારને પાર કરી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ દુનિયાભરના 180 દેશોમાં ફેલાય ચૂક્યો છે. જેનાથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકા છે. એવામાં વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 68 લાખ 50 હજારને પાર કરી ગઈ છે. તો આ જીવલેણ વાયરસથી દુનિયામાં અત્યાર સુધી 3.98 લાખથી વધારે કોરોના દર્દીના મોત થઈ ચૂક્યા છે. તો વળી અત્યાર સુધીમાં વિશ્વભરમાં આ મહામારીથી 33.51 લાખથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારત ઈટલીને પછાડી છઠ્ઠા સ્થાને પહોંચી ચૂક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.