અંગત ડાયરી નાં 16/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

અંગત ડાયરી અનલોક સાપ્તાહિક સ્પર્ધામાં ગુરુવાર તા. 16/07/2020 માં બાળસાહિત્ય માં સૌ મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળસાહિત્ય તો એવું ખીલ્યું કે આપણને પાછાં બાળક બની જવાનું મન થઈ આવે..

- Advertisement -

સૌ સાહિત્યકારો આજ રીતે પોતાની આગવી શૈલીથી પોતાની પ્રતિભાને ખીલવતાં રહે ને સૌ મિત્રો વચ્ચે એમની કલાની લ્હાણી કરતાં એવી અપેક્ષા…
અને આ બાળસાહિત્ય દિવસના નિર્ણાયક હતાં નરેશ જાદવ ‘કવિ જાન’

આવો માંણીએ વિજેતા કૃતિઓ.

પ્રથમ વિજેતા ક્રમાંક : નિર્મલ રામોલિયા “દિલ સે”

શીર્ષક:- નાનકડો સૈનિક બનું

નાનકડી બંદૂક લઈ હું નાનકડો સૈનિક બનું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.

નીડરતાથી હું લડનારો,
દેશને માટે હું મરનારો.
ભારત માતાની જય બોલીને મનમાં હું વિશ્વાસ ભરું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.

ધરતી માતાનું ઋણ ચૂકવવા,
માંગુ છું શૂરવીર હું બનવા.
આફતની આંધી વચ્ચે પણ ના હું પીછેહઠ કરું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.

હિમાલય જેવી રાખું હિંમત,
તૂટવા ના દઉં મારું ભારત.
ભગસિંહ ને ગાંધીજીના સ્વપ્નો હું સાકાર કરું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.

નાનકડી બંદૂક લઈ હું નાનકડો સૈનિક બનું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.

દ્વિતીય વિજેતા ક્રમાંક:- (1) પારૂલ ત્રિવેદી, હિંમતનગર

શીષૅક : નાના બાળ

નાના નાના બાળ અમે,
પ્રભુના વરદાન….!
કાલીઘેલી બોલી બોલીને,
સૌના મન જીતનાર….!
અમે નાના નાના બાળ.
આજ અમે નાના ભલે,
કાલે મોટા થાશું….!
નાના હાથની લકીરોને અમે,
ઉચ્ચ શિખરે લઈ જાશું….!
અમે નાના નાના બાળ.
ધિંગામસ્તી કરીને અમે,
સૌને મોજ કરાવશું….!
દાદા – દાદીના ચશ્મા પહેરી,
એમને પણ રમત રમાડશું….!
અમે નાના નાના બાળ.
અમે હસતાં હસતાં ,
સૌને હસાવશું…..!
જીવન ડગના આ પથ પર,
આનંદ ગીત ગાશું….!
અમે નાના નાના બાળ.

આ પણ વાંચો:-  દેશમાં અનલોક 1 અમલમાં આવતા જ શેર બજારમાં તેજી, સેન્સેક્સે 33,000ની સપાટી કૂદાવી

દ્વિતીય વિજેતા ક્રમાંક:-(2) મેહુલ ત્રિવેદી (ઘાયલ મેઘ),ખેરાળી

બાળક ખોવાયો છે

ટી.વી., ટેકનોલોજી ને કમ્પ્યુટરની ગેમમાં,
આ અટ્ટપટ્ટી પશ્ચિમી સંસ્કૃતિના વ્હેમમાં,
બાળક ખોવાયો છે.

સ્થૂળતાની પિચકારી ને કૃત્રિમતાનના રંગમાં,
મોજ-મસ્તી, શોખ ને ખોટી ફેશનના સંગમાં,
બાળક ખોવાયો છે.

ગહનતા, જટિલતા ને આધુનિકતાના માચડામાં,
ફકત બેટ, બોલ ને ક્રિકેટના ત્રણ લાકડામાં,
બાળક ખોવાયો છે.

શિક્ષણના ગોટાળા ને પુસ્તકના મારણમાં,
ક્ષમતાના ઘટાડા ને ભણતરના ભારણમાં,
બાળક ખોવાયો છે.

તૃતીય ક્રમાંકિત વિજેતા:- ધનેશ્વરી કિરણકુમાર જોશી “ધારા”, અમદાવાદ વાસણા ગુજરાત

શીર્ષક : પપ્પા ની લાડકી દિકરી

👨‍👧”પપ્પા ની લાડકી દિકરી”👨‍👧

દિકરી મારી રમતી નથી બોલતી નથી
એને કેમ બોલાવુ, એને કેમ બોલાવું
રૂપા ની ઢીંગલી આપું છું રમવા તો
પણ તે રમતી નથી એને કેમ રમાડું

દિકરી મારી રમતી નથી બોલતી નથી
એને કેમ બોલાવુ, એને કેમ બોલાવું
નવા નવા કપડા આપું છું પહેરવા તો
પણ તે પહેરતી નથી એને કેમ પહેરવું

દિકરી મારી રમતી નથી બોલતી નથી
એને કેમ બોલાવુ, એને કેમ બોલાવું
દાદા દાદી ની વહાલી છે મારી દિકરી
તો પણ તે બોલતી નથી એને કેમ બોલવું

દિકરી મારી રમતી નથી બોલતી નથી
એને કેમ બોલાવુ, એને કેમ બોલાવું
પપ્પા ની મારી લાડકી રે છે દિકરી
પપ્પા સાથે રે મીઠું મીઠું બોલતી

દિકરી મારી રમતી નથી બોલતી નથી
એને કેમ બોલાવુ, એને કેમ બોલાવું
પપ્પા ગયા રે છે એના રે સ્વર્ગ લોક
એને હું કેમ સમજાવું એને કેમ સમજાવું

દિકરી મારી રમતી નથી બોલતી નથી
એને કેમ બોલાવુ, એને કેમ બોલાવું.

અહેવાલ રિપોર્ટ અમિત પટેલ ‘કૃષ્ણ સાર’
[email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

આ પણ વાંચો:-  આઝાદી પર્વ પર આજે વીર સૈનિકો અને દેશ આટલા વર્ષ કેમ ગુલામ રહ્યો?

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.