કેન્દ્ર સરકાર દ્વારા લોકોના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. હવે તેમાં પીએમ વિશ્વકર્મા યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના 73માં જન્મદિવસના અવસર પર આ યોજના શરૂ કરી છે.
કેન્દ્ર સરકારની આ રૂ. 13,000 કરોડની સરકારી યોજના પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદરૂપ સાબિત થશે. આ યોજના હેઠળ, સરકાર બે તબક્કામાં 3 લાખ રૂપિયા સુધીની લોનની સાથે લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ આપશે. આ રકમ તેમનો બિઝનેસ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
સુવર્ણ, લુહાર, વાળંદ અને મોચી જેવી પરંપરાગત કુશળતા ધરાવતા લોકોને આ યોજના દ્વારા લાભ મળશે. સુથાર, હોડી બનાવનારા, લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકાર, માટીકામ અને અન્ય વસ્તુઓ બનાવતા કુંભારો, શિલ્પકારો, મેસન્સ, ફિશ નેટ બનાવનારા અને રમકડા બનાવનારાઓને આ યોજના હેઠળ લાભ મેળવવાની તક મળશે.