કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસ સંદર્ભે તથા આગામી તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધે નહી એ માટે પૂરતી તકેદારી સાથે કામ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી. તેમણે રાજ્ય સરકારે કરેલી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ જિલ્લાના કલેકટરો પણ જોડાયા હતા.

ગુજરાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, ગુજરાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે. આગામી તહેવારોમાં પણ પૂરતી તકેદારી અને SOP અનુસાર જનજાગૃતિ સાથે કામગીરી કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા માટે જે દ્રઢ નિર્ણયો લીધા છે તેના પરિણામે આ સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત સરકારે ધન્વંતરી રથ દ્વારા ઘરઆંગણે જ સારવાર આપવાનો નવતર આયામ હાથ ધર્યો છે તે દેશ માટે નવી રાહ ચીંધનારો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓની માહિતી આપતા કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન તથા icmrની ગાઈડલાઈન મુજબ ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જ્યારથી રાજ્યમાં પ્રથમ કેસ નોંધાયો ત્યારથી ચિંતિત થઈને દરરોજ તેમના અધ્યક્ષ પદે કોર કમિટીની બેઠક યોજે છે અને અનેકવિધ જનહિત લક્ષી નિર્ણય લે છે. જેના પરિણામે રાજ્ય