કોઈ પણ શરમજનક કૃત્ય કરવા માટે અમે ઘણી વાર તેની પ્રાણી સાથે તુલના કરીએ છીએ. પરંતુ કેરળમાં માણસોએ પ્રાણી સાથે જે કર્યું, તે સાંભળીને હવે લોકોમાં માણસાઈ જેવી વસ્તુ રહી જ નથી. આવી માનવની કપટની વાર્તા સાંભળીને તમારું લોહી ઉકળી જશે. કેરળના મલપ્પુરમ જિલ્લાથી બહુ જ દર્દનાક અને આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. અહીંયા કેટલાક લોકોએ મળીને એક ગર્ભવતી હાથિનીને વિસ્ફોટક ભરેલું અનાનસ ખવડાવી દીધું, જેનાથી એની એવી સ્થિતિ થઈ ગઈ કે તે મરવા માટે નદીમાં જતી રહી. આ મામલો ગુરૂવારનો છે. જેનાથી ખરાબ રીતે ઘાયલ હાથણીની ગયા શનિવારે મોત થઈ ગઈ.

- Advertisement -

જાનવર બહુ જલદી માણસ પર ભરોસો કરી લે છે. પરંતુ એવામાં માણસ એની સાથે શું કરે છે. આ ઘટનાએ જાનવરોની સુરક્ષા પર પણ પ્રશ્નચિન્હ લગાવી દીધો છે.

હાથણી ખાવાનું શોધવા નીકળી હતી

હકીકતમાં આ હાથણી ખાવાનું શોધવા નીકળી હતી. ભટકતા 25 મેએ જંગલ પાસે એક ગામમાં આવી ગઈ હતી. ગર્ભવતી રહેવાના કારણે એને પોતાના બાળક માટે ખાવાની જરૂર હતી. તે જ સમયે કેટલાક લોકોએ એને અનાનસ ખવડાવી દીધું. ખાતા જ એના મોંઢામાં વિસ્ફોટ થયો, જેનાથી એનું જબડું ફાટી ગયું અને એના દાંત પણ તૂટી ગયા. દર્દથી તડપી રહેલી હાથણીને જ્યારે કઈ સમજણ નહીં પડી, તો તે વેલિયાર નદીમાં જઈને ઉભી રહી ગઈ. પોતાની પીડાને ઓછી કરવા માટે તે પાણી પીતી રહી.

ત્રણ દિવસ સુધી નદીમાં સૂંઢ નાખીને ઉભી રહી

હાથણીની પીડા એટલી હતી કે તે ત્રણ દિવસ સુધી નદીમાં સૂંઢ નાખીને ઉભી રહી. આખરે તે જિંદગીની જંગ હારી ગઈ અને એની મૃત્યુ થઈ ગઈ. વન વિભાગ અધિકારીઓના અનુસાર એની ઉંમર 14-15 વર્ષની હતી. અધિકારીઓએ જણાવ્યું કે સમય પર એની મદદ નહીં થઈ શકી. હાથણીની જાણકારી મળ્યા બાદ વન વિભાગના કર્મચારી એને રેસ્કયૂ કરવા પહોંચી. પરંતુ તે પાણીથી બહાર નહીં આવી અને શનિવારે એની મોત થઈ ગઈ.

આ પણ વાંચો:-  ફાયર વિભાગની સુવિધામાં વધારો, 4.65 કરોડની 7 વોટર કમ ફોમ ટેન્કર ખરીદી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો