માણસ કરતાં પ્રાણી વધુ સમજદાર હોય છે તેનો બોલતો એક પુરાવો સામે આવ્યો છે. એક હાથીનો પાણી પીતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાથી પોતાની સૂંઢની મદદથી નળ ખોલી પાણી પીતો દેખાય છે.

- Advertisement -

આ વીડિયો ફોરેસ્ટ ઓફિસર સુશાંતા નંદાએ શેર કર્યો છે. આ વીડિયો એક પ્રાણીસંગ્રહાલયનો છે. જેમાં હાથીના કેજની બહાર ઘણા બધા લોકો ફરતા દેખાય છે અને તે હાથી પોતાની કેજની અંદર મૂકેલા પાણીની ઉપર ચાલે છે અને પછી તેને જ્યારે તરસ લાગે છે તો તે કેજમાં સૂંઢ ઘૂસાડી પાણીનો નળ ખોલી પાણી પીવા લાગે છે.

સુશાંતાએ ખૂબ જ સરસ કેપ્શન લખ્યું છે કે હાથી સૌથી બુદ્ધિમાન પ્રાણી મનાય છે. હાથીને સૌથી દયાળુ પ્રાણી પણ કહેવાય છે. હાથી પાંજરા કે જંજીરો માટે બન્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  કોરોનાનાં કારણે કેન્દ્રિય કર્મચારીઓ ગર્જી ગાજ, મોદી સરકારે લીધો વધું એક કઠોર નિર્ણય