ઇન્ડિયન મેટેરીયોલોજીકલ સેન્ટર મુંબઈ(કોલાબા વેધશાળા)ના જણાયા અનુંસાર લક્ષ્યદ્વીપ પાસે હળવા દબણાના પટ્ટો આકાર લઇ રહ્યો છે. કદાચ ડીપ્રેશનનાને કારણે ચક્રવાત વાવાઝોડામાં પરાવર્તિત થાય તો ત્રીજી જૂને ઉત્તર મહારાષ્ટ્ર અને દિક્ષણ ગુજરાતના સાગર કાઠે વાવાઝોડું ત્રાટકી શકે.હજૂ થોડા જિવસો પહેલા જ અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં મોટા પ્રમાણમાં ખાનાખરાબી કરી હતી. મુંબઈમાં કદાચ ભારે વરસાદ પડી શકે છે. બુધવારે ત્રીજી જૂને આઈએમડીએ મુંબઈ અને થાણેમાં વરસાદની અલર્ટ તો પાલઘર માટે રેડ અલર્ટની જાહેરાત કરી છે. કોલાબા વેધશાળાના ડ્યુટી અસિસ્ટન્ટ મીસ્ટર લલિતે આ વિશે કહ્યું હતું કે લક્ષદ્વીપ પાસે તેનું ફોર્મેશન થઇ રહ્યું છે પણ હજી સુધી એ બન્યું નથી, એ બની જાય તે પછી તે કઇ રીતે ફંટાશે, કે કંઇ રીતે તેની ચાલ હશે એ વીશે અમે જણાવી શકીએ.

- Advertisement -

અરબી સમુદ્રના પુર્વ મધ્યમાં અને તેને જોડીને આવેલા દક્ષિણ પુર્વના ભાગમાં એ ડીપ્રેશન આવતા 24 કલાકમાં કોન્સન્ટ્રેટ થશે. લક્ષદ્વીપ પાસે દક્ષિણ પૂર્વમાં અને તેને જોડીને આવેલા પૂર્વ મધ્માં લો પ્રેશર એરિયા બન્યો છે. જેમાં તોફાની ચક્રવાત સર્જાઈ શકે.

ગુજરાત પર હિકા વાવાઝોડાનું સંકટ, જખૌ મત્સ્ય બંદરે લેવાયાં તકેદારીનાં પગલાં

ગુજરાત પર હિકા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારત માથે જાણે કુદરત રૂઠી હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંકટ બાદ પશ્ચિમ બંગાળ અને ઓડિશાને અમ્ફાન નામના વાવાઝોડાએ ધમરોળ્યાં હતાં. ત્યાં ફરી એક વાર ગુજરાતના કાંઠે અરબી સમુદ્રમાં નવું તોફાન સરજાઈ રહ્યું હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડું 3-4 જૂન વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે અથડાઈ શકે છે. જખૌ મત્સ્ય બંદરે તકેદારીનાં પગલાં લેવાયાં છે. દરિયામાં માછીમારી માટે ગયેલી 100 બોટ પરત બોલાવવામાં આવી છે. બે મહિના સુધી માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે.

આગામી ચોથી-પાંચમી જૂન દરમિયાન ગુજરાતનાં દ્વારકા, ઓખા, મોરબી અને કચ્છ તરફ વાવાઝોડું ફંટાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ડિપ્રેશન છે, પરંતુ ધીરે- ધીરે એ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. દ્વારકા, કચ્છ, કંડલા સહિતના વિસ્તારોને ધમરોળીને રાજસ્થાન તરફ ફંટાઈ જશે. જોકે રાજસ્થાનમાં એની અસર નહીંવત્ રહેશે ત્યાં એ લગભગ વિખેરાઈને શાંત પડી જશે. આ આગાહી એક ખાનગી એજન્સી વ‌િન્ડી (Windy) દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો:-  Mumbai: 24 કલાકમાં 91 પોલીસ કોરોના પોઝિટિવ

જોકે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી એ અનુસાર ગુજરાતમાં વાવાઝોડું આવે એની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગે આ વાતાવરણને ચોમાસા માટે ખૂબ જ સાનુકૂળ ગણાવ્યું છે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય જરૂર થશે અને એ ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાશે, પરંતુ એના કારણે ચોમાસાને ખૂબ ફાયદો થશે. દરિયાકિનારાના વિસ્તારોમાં સમુદ્ર સામાન્ય તોફાની થઈ શકે છે, પરંતુ વાવાઝોડાની કોઈ જ શક્યતા નથી. ચોમાસું ગુજરાતમાં યોગ્ય સમયે અને ખૂબ જ સારી રીતે બેસવાનો સંકેત છે.

ચોમાસું હજી કેરળ પહોંચ્યું નથી

હવામાન વિભાગે રવિવારે ફરી એક વખત દાવો કર્યો છે કે ચોમાસું હજી સુધી કેરળમાં પહોંચ્યું નથી. મોસમ વિભાગના ડિરેક્ટર એમ મોહપાત્રાએ કહ્યું કે અમે સતત એની પર નજર રાખી રહ્યા છીએ. અમે અમારા અગાઉના અનુમાનની સાથે છીએ કે મૉન્સૂન એક જૂન બાદ આવવા માટે સ્થિતિ અનુકૂળ છે. આ પહેલાં ખાનગી મોસમ એજન્સી સ્કાયમેટે શનિવારે દાવો કર્યો હતો કે દક્ષિણ-પશ્ચિમ વરસાદે કેરળમાં એન્ટ્રી લીધી છે. કેરળના દક્ષિણ તટીય વિસ્તારો અને લક્ષદ્વીપમાં ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે.

મોસમ વિભાગે શનિવારે કહ્યું હતું કે આ ચોમાસા પહેલાંનો વરસાદ છે અને એક કે બે જૂને ચોમાસાનું કેરળમાં આગમન થશે. શનિવારથી એ મૉલ્દીવ્ઝ અને કોમોરિન ક્ષેત્રમાં સક્રિય છે અને સતત દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબ સાગર તરફ વધી રહ્યું છે તથા પરિસ્થિતિઓ મૉન્સૂનને અનુકૂળ થઈ છે.